હોળીના તહેવાર બાદ ફરી વાર લગ્નની સિઝન જામી રહી છે. ત્યારે વધુ એક લગ્નમાં બનેલી ઘટના સામે આવી છે. દાહોદ અને મહીસાગર જિલ્લામાં જાનૈયાઓને મધમાખીઓએ ડંખ મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. દાહોદના સીમલિયાખુર્દથી વરમખેડા ખાતે આવેલી જાનના 22 જેટલા જાનૈયાઓને મધમાખીઓએ ડંખ માર્યા હોવાનું સામે આવ્યું છે.
જ્યારે મહીસાગરના સંતરામપુરમાં આવેલા ભંડારા ગામે પણ આવી જ એક ઘટના સામે અવી છે. ભંડારા ગામે લગ્ન ટાણે જ 100થી વધુ જાનૈયાઓ મધમાખીઓએ ડંખ માર્યા હતા. લગ્નની મજામાં મધમાખીઓએ ભંગ પાડ્યો હતો. દાહોદ જિલ્લામાં ઉત્સાહ અને આનંદ સાથે લગ્નની જાન લઈને જાનૈયાઓ જઈ રહ્યા હતા. જાનમાં ડીજેને પણ સાથે લઇ જવામાં આવી રહ્યા છે.
ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતકાળની જેમ આ વખતે પણ ડીજેના અવાજ અને કંપનથી મધમાખીઓ ભડકી ઊડી હતી અને મધમાખીઓ ઊડીને જાનૈયા અને રાહદારીઓને ડંખ મારવાનું શરૂ કરી દીધુ હતું. મધમાખીઓએ 22 જેટલા જાનૈયાઓને ડંખ માર્યા હતા. ત્યાર બાદ દરેકને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લામાં લગ્નમાં વિવિધ વિસ્તારમાં ડીજેના કંપનથી મધમાખીઓ ઊડીને જાનૈયાઓને ઘાયલ કરવાની બે થી ત્રણ ઘટનાઓ સામે આવતી હોય છે. સંતરામપુર તાલુકામાં આવેલા ભંડારા ગામે વાવ ફળિયામાં એકસાથે લગ્નની અંદર ત્રણ જાન આવેલી હતી.
આ જાનમાં આવેલા જાનયોને મધમાખીઓએ ડંખ માર્યા હતા. લગભગ આ જાનમાં 100થી 150 વ્યક્તિઓને મધમાખીઓએ ડંખ માર્યો હતો. લગ્નના રંગમાં ભંગ પડી ગયો તેમ છતાંય એક જ ગામમાં આવેલી ત્રણ જાનના શાંતિપૂર્વક લગ્ન પૂર્ણ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.