ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર સમીક્ષા થઈ હતી.વકરતા કોરોના કેસ વચ્ચે આરોગ્ય સુવિધા, હોસ્પિટલમાં બેડની સંખ્યા સહિતના મામલે ચર્ચા થઈ..જે મુજબ હોસ્પિટલમાં 50 ટકા બેડ ભરાશે તો બેડની સંખ્યા વધારવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે. જોકે હાલ તો 85 ટકા જેટલા બેડ ખાલી હોવાનું પણ સામે આવ્યું છે.
હોસ્પિટલમાં 50 ટકા બેડ ભરાશે તો બેડની સંખ્યા વધારવામાં આવશે
કેબિનેટ બેઠકમાં કોરોનાની સ્થિતિનું પર થઈ ચર્ચા, આરોગ્ય સુવિધા મામલે બેઠકમાં થઈ ચર્ચા, હોસ્પિટલમાં બેડની સંખ્યા મુદ્દે બેઠકમાં ચર્ચા, હોસ્પિલમાં 50 ટકા બેડ ભરાશે તો બેડની સંખ્યા વધારશે, હોસ્પિટલમાં 85 ટકા જેટલા બેડ ખાલી હોવાની ચર્ચા થઈ રહી છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણની સ્થિતિ ગત વર્ષે માર્ચ મહિનામાં હતી તેવી જોવા મળી રહી છે. મંગળવારે નવા 241 કોરોનાના કેસ નોંધાયા છે.ઉપરાંત બે સંક્રમિત દર્દીઓના મોત થયા છે. શહેરમાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસમાં કોરોનાના કુલ 446 કેસ નોંધાયા છે.ગત માર્ચથી અત્યાર સુધીમાં કુલ 60992 કોરોનાના કેસ નોંધાવા પામ્યા છે. હાલમાં શહેરમાં કોરોનાના કુલ 587 એકિટવ કેસ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
એક વર્ષ પહેલા જેવી થઈ રહી છે સ્થિતિ
આ અંગે મળતી માહીતી મુજબ,સોમવારે શહેરમાં કોરોનાના કુલ 205 કેસ નોંધાયા હતા. મંગળવારે નવા 241 કેસ નોંધાતા શહેરમાં ગત માર્ચથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ મળીને 60992 કેસ નોંધાવા પામ્યા છે.મંગળવારે કુલ 146 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 58043 લોકો કોરોનાથી મુકત થયા છે.
મંગળવારે વધુ બે સંક્રમિત દર્દીના મરણ
શહેરમાં મંગળવારે વધુ બે સંક્રમિત દર્દીના મરણ થતાં અત્યાર સુધીમાં કુલ 2269 લોકોના મોત થવા પામ્યા છે.નોંધપાત્ર બાબત એ છે કે,શહેરમાં એકિટવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.સોમવારે અમદાવાદ શહેરમાં કુલ 530 એકિટવ કેસ હતા.જયારે મંગળવારે આ સંખ્યા વધીને 587 ઉપર પહોંચવા પામી હોવાનું મ્યુનિસિપલ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle