તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં ચંપકચાચાનું પાત્ર ભજવી રહેલા અમિત ભટ્ટના સ્વાસ્થ્યને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. થોડા દિવસ પહેલા જ એક સીન દરમ્યાન અમિત ભટ્ટ સેટ ઉપર ઘાયલ થયા હતા, જેના કારણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાલ ચંપકચાચાએ જ પોતાના શ્વાસ થઈને લઈને ચાહકોને મોટી અપડેટ આપી છે.
ચંપકચાચા એટલે કે અમિત ભટ્ટે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરી પોતાના સ્વાસ્થ્યને લઈને સમાચાર આપ્યા છે. આ વીડિયોમાં અમિત ભટ્ટ કેવી રીતે ઘાયલ થયા, કયો સીન ચાલતો હતો તે અંગેની પણ વાત કરી છે. ચાહકોની ચિંતા જોઈ અમિત ભટ્ટે સોશિયલ મીડિયામાં પોતાનો વિડીયો શેર કર્યો છે.
વીડિયોમાં અમિત ભટ્ટ જણાવતા કહે છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં મારા સ્વાસ્થ્યને લઈને અનેક ચર્ચાઓ ચર્ચા રહી છે. લોકો કહી રહ્યા છે કે, ચંપકચાચા એટલે કે અમિત ભટ્ટનો ભયંકર અકસ્માત થયો છે. અમિત ભટ્ટ આ વાતની પુષ્ટિ કરતા જણાવે છે કે આ સમાચાર સાચા નથી. જે હદે આ સમાચાર ફેલાયા તેવું કંઈ થયું જ નથી. ખૂબ જ સામાન્ય ઇજાઓ થઈ છે અને હાલ તે પણ ઠીક થઈ ગઈ છે. અત્યારે કોઈ તકલીફ નથી.
View this post on Instagram
અમિત ભટ્ટે કયા સીનમાં બીજા ગ્રસ્ત થયા હતા તેની જાણકારી પણ તેના ચાહકોને આપી છે. અમિત ભટ્ટ જણાવતા કહે છે કે, ‘તારક મહેતા સીરીયલના સેટ પર એક સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સીન ખરેખર એવો હતો કે, અમારા હાથમાં સોઢીની કારનું ટાયર હતું જે છટકી જાય છે અને ટાયર દોડવા લાગે છે. આ દરમિયાન કારનું ટાયર સામે રહેલી ઓટોને ભટકાઈને પાછું ફરે છે અને તે ટાયર મારા ઘૂંટણમાં વાગે છે. ત્યારબાદ ડોક્ટરે મને ૧૦ થી ૧૨ દિવસનો આરામ કરવાની સલાહ આપી હતી.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.