ડાયાબિટીઝના દર્દીઓને ડોક્ટર બ્લડ સુગરની નિયમિત તપાસ કરવાની સલાહ આપે છે. બ્લડ સુગર દ્વારા ડાયાબિટીઝની તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગ્લુકોમીટર માં દર્દીઓને આંગળી લગાવીને બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. આ દુખાવાથી છુટકારો મેળવવા માટે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી શોધ કરી છે.
વૈજ્ઞાનિકોએ બ્લડ સુગર ટેસ્ટ કરવાની અનોખી રીત શોધી છે જેમાં આંગળી પર સોય દ્વારા લોય લેવાની જરૂર નથી. વૈજ્ઞાનિકોએ એક એવી પટ્ટી બનાવી છે જે સલાઈવા એટલે કે મોઢાની લાર દ્વારા બ્લડ સુગરની તપાસ કરાશે જેથી સોઈ લગાવીને લોહી કાઢવાના દર્દથી દર્દીઓને છુટકારો મળશે.
ઓસ્ટ્રેલિયાના ન્યૂકેસલ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર પોલ દસ્તુર નું કહેવું છે કે આ નવી રીતથી કરવામાં આવતા ટેસ્ટમાં એન્જાઈમ એમબેડ હોય છે. એક ટ્રાન્ઝિસ્ટર માં ગ્લુકોઝ ની ઓળખ કરી શકાય છે.આ શરીરમાં ગ્લુકોઝ ની માત્રા દર્શાવે છે. આ ટેસ્ટમાં કોઈપણ પ્રકારનો દુખાવો થતો નથી.
તેમા ટ્રાન્ઝિસ્ટર ના ઇલેક્ટ્રોનિક સામગ્રીમાં સ્યાહી હોય છે. માટે તેમાં ઓછા ખર્ચ પર પ્રિન્ટિંગ દ્વારા તેનો ટેસ્ટ કરી શકાય છે. પ્રોફેસરે જણાવ્યું કે અમે જે વસ્તુઓની સાથે કામ કરી રહ્યા છીએ તે અસાધારણ છે આ ઇલેક્ટ્રોનિક ઇંક છે જે સામગ્રીની રીતે કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.