અમદાવાદની હોસ્પિટલમાં જે ચોથા માળ પર આગ લાગી હતી તેની ઉપરનો માળ ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત હોય અને બેઝમેન્ટમાં ચાલતું કેન્ટીન પણ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. આગ ની તપાસ કરવા માટે એફ.એસ.એલ.ની ટીમ હોસ્પિટલ પહોંચી છે. પાંચમો માળ ગેરકાયદેસર હતો. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
આ ઉપરાંત અમદાવાદના અગ્નિ કાંડ પર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવરંગપુરામાં આવેલી કોરોના ની હોસ્પીટલમાં દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં એક ખુલાસો થયો છે. શ્રેય હોસ્પિટલ ને ફાયરસેફ્ટી નું સર્ટિફિકેટ મળ્યું ન હતું. તેમ છતાં amc એ કોવિડ હોસ્પિટલ બનાવવા ની પરમિશન આપી હતી.આ ઉપરાંત બીજો પણ એક ખુલાસો થયો છે કે અહીંયા દર્દીઓની સારવારનો ખર્ચ પેટે પાંચ લાખ રૂપિયા વસુલવામાં આવતા હતા. તેમ છતાં દર્દીઓ અને ખતરનાક મોત મળ્યું છે. આ બેદરકારીમાં સત્તાધીશો અને માત્ર દર્દીઓને લૂંટવામાં જ રસ છે.
આ ઘટનામાં એક એવી પણ માહિતી સામે આવી રહી છે કે નવરંગપુરા વિસ્તારમાં આવેલી ખાનગી covid હોસ્પિટલમાં ચોથા માળે જ્યાં છે ત્યાં ભીષણ આગ અંગે જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેની 15 મિનિટ બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલમાં કોઈ જ ફાયર સેફટી ન હતી.
આ ઉપરાંત હોસ્પિટલના મુખ્ય અધિકારી ભરત મહંતની અટકાયત કરવામાં આવી છે. શ્રેય હોસ્પિટલના ડાયરેક્ટર ભરતભાઈ મહંત ભાજપના નેતા છે. તેઓ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપમાં જોડાયા હતા. ભરતભાઈ મહંત પૂર્વ મંત્રી વિજયદાસ મહંતના પુત્ર છે. વિજયદાસ મહંત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હતા. તેમજ કોંગ્રેસની સરકારમાં મંત્રી પણ હતા. હાલ તો ભરત મહંતની અટકાયત કરીને પોલીસે આગકાંડ મામલે પૂછપરછ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP