ગુજરાત: ગુજરાતમાં(Gujrat) થોડા દિવસથી વિધાનસભાની ચૂંટણી(elections)ને લઇને રાજકીય પક્ષોમાં ઘણા બદલાવ આવ્યા છે. રાજકીય પાર્ટીઓ હવે સક્રિય બની ગઈ છે. અત્યારે આ વખતે નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી થશે કે કેમ અને થશે તો કોઈ પાર્ટીમાં જશે આ સવાલ પર બધા લોકો ધ્યાન દઈ ને બેઠા છે. હાલના સમયમાં નરેશ પટેલ કોંગ્રેસમાં(Congress) જોડાવાનું નક્કી હોવાનું અને મોટી જવાબદારી આપવાના એવાલ ફરતા તૈયાર છે ત્યારે હવે કોંગ્રેસ દ્વારા નરેશ પટેલને વધુ એક ઓફર પણ કરવામાં આવી છે.
રાજકોટમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કાગથરા(Lalit Kagathara) અને લલિત વસોયા (Lalit Vasoya)દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો સમગ્ર કોંગ્રેસને ખૂબ જ મોટો ફાયદો થશે. ઉપલેટા (Upleta)અને ધોરાજી(Dhoraji)માં નરેશ પટેલ લડે તો મારી તૈયારી એવું કહ્યું. ધારાસભ્ય ના ગીત વસોયા કહ્યું હતું કે જો નરેશ પટેલ ચૂંટણી લડે તો હું ખભે બેસાડીને ચૂંટણી લડવા તૈયાર છું. સૌરાષ્ટ્ર કોંગ્રેસના બે પાટીદાર ધારાસભ્યોએ નરેશ પટેલ કોંગ્રેસમાં આમંત્રણ આપ્યું. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો ગુજરાત યુવાનો અને ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે તેમ લલિત કગથરા એ કહ્યું હતું
રાજકોટ શહેરમાં ઘણા લાંબા સમય પછી કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા અને તે કાર્યકરોએ એમ પણ કહ્યું કે હવે અમે મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરવાના છીએ. એ જ સમયે ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજનીતિના લઈને મોટા સમાચાર
ગુજરાત કોંગ્રેસના મુખ્યમંત્રીપદના ઉમેદવાર નરેશ પટેલ બનશે અહેવાલ સામે આવ્યો છે. જયપુરમાં પ્રશાંત કિશોર સાથે નરેશ પટેલની મુલાકાત થઇ હતી એવી વાત સામે આવી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં લાવવા માટે અશોક ગેહલોત ની મહત્વની ભૂમિકા છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે પ્રશાંત કિશોર એ સુચવેલી ફોર્મ્યુલાને કોંગ્રેસ સ્વીકારશે એટલે નરેશ પટેલ ની એન્ટ્રી નક્કી છે. આ મુદ્દે ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલના પુત્ર એક પોસ્ટ મૂકી છે અને તેઓએ લખ્યું છે કે નરેશભાઈ પટેલ કોઈ પાર્ટીમાં જોડાઈ.
ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા ની વાત ખોડલધામ તરફથી ખોટી ગણાવી છે. અત્યારે ગુજરાતના લોકો નરેશ પટેલ રાજકારણમાં જોડાયા છે કે નહીં તેને લઈને ચિંતિત છે.રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે આજે નરેશભાઈ પટેલ પત્રકાર પરિષદ યોજી હતી અને તેઓએ કહ્યું હતું કે આપ બધાને દિલગીરી વ્યક્ત કરું છું. તમે લોકો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હું બહાર હતો.આજે આ પ્રશ્નોના જવાબ આપવાના આપની સમક્ષ હાજર થઈ ગયો છું.
નરેશભાઈ પટેલે કહ્યું કે પ્રશાંત કિશોર સાથે ખૂબ જૂનો સબંધ છે તેના લીધે મળવાનું થયું છે. નરેશ પટેલે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હોવાની વાત સ્વિકારી છે.નરેશ પટેલ પોતે રાજકારણમાં જોડાવવા ઈચ્છતા હોવાની વાત તેમણે મીડિયા સમક્ષ સ્વિકાર કરી છે. તેમણે કહ્યું રાજનીતિમાં જોડાવા અંગે સમાજમાં સર્વે કરાવી એપ્રિલમાં લેશે નિર્ણય.
નરેશભાઈ પટેલે કહ્યું કે, ગુજરાતનાં તમામ ગામડાઓથી લઈને શહેર અને જીલ્લામાં વસતા દરેક સમાજના લોકોના અંગત પ્રતિભાવો એકઠા કરીને એક રીપોર્ટનું નિર્માણ કરશે જે રીપોર્ટ આવ્યા બાદ જ પોતે આખરી નિર્ણય લેશે.નરેશભાઈ પટેલ રાજકારણમાં જશે તો કઈ પાર્ટી સાથે જોડાય છે તે પ્રશ્નના જવાબ ખોડલધામના નરેશ પટેલે જણાવ્યું કે સરોવર સમિતિના રિપોર્ટ બાદ આ નિર્ણય લઇ શકાશે અને ત્યાં સુધી ઉપાડ કાંઈ નહીં કહી શકું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.