વાયરલ(Viral): તમને બાઇક રેસિંગ(Bike racing) કે કાર રેસિંગ(Car racing) જોવામાં જેટલી મજા આવે છે, તેટલી જ વધુ ખતરનાક તે રાઇડર્સ(Riders) અથવા ડ્રાઇવર માટે વધુ સ્પીડમાં વાહન ચલાવવાનું છે. આ દરમિયાન અનેક અકસ્માતો(Accident) પણ થાય છે જેમાં બચવું મુશ્કેલ બની જાય છે. આવી જ એક ઘટના ઇન્ડોનેશિયા(Indonesia)માં Moto GP પહેલા બની હતી. સ્પેનિશ રેસર માર્ક માર્ક્વેઝની બાઇકને 180 કિમીની ઝડપે અકસ્માત થયો હતો.
View this post on Instagram
ઇન્ડોનેશિયામાં મંડલિકા ઇન્ટરનેશનલ સ્ટ્રીટ સર્કિટ ખાતે રવિવારે ગ્રાન્ડ પ્રિકસ પહેલા વોર્મ-અપ દરમિયાન આ ભયાનક અકસ્માત થયો હતો. છ વખતના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન માર્ક માર્ક્વેઝની બાઇકનો ભયાનક અકસ્માત થયો હતો જ્યારે તે ઇવેન્ટ પહેલા 180ની ઝડપે ગરમ થઈ રહ્યો હતો. આ અકસ્માતમાં તેની કાર કેટલાય મીટર દૂર પડી હતી અને તે ફંગોળાઈ ગયો હતો.
માર્કને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો:
ઘટના બાદ માર્ક માર્ક્વેઝને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનો જીવ તો બચી ગયો પરંતુ તેની ઈજા એટલી બધી આવી કે તેને હવે આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે માર્કની ગાડીને વળાંક પર અકસ્માત થાય છે અને તે જમીન પર ખેંચીને કેટલાય મીટર દૂર જાય છે. તેની બાઇકના પૈડા ઉડતા જોવા મળે છે અને બાદમાં તે પોતે જ ઉભો થઈને બાજુ પર જાય છે.
કેવી રીતે થયો અકસ્માત?
વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે માર્કની ગાડીનું ટાયર ટ્રેક પર વળાંક આવતા જ ક્રેશ થઈ જાય છે અને તેનું સંતુલન ખોરવાઈ જાય છે. આ પછી, તે ડાબી બાજુએ ચાલ્યો જાય છે અને તેનાથી થોડે દૂર તેની હોન્ડા બાઇક ઘણા વળાંક લીધા પછી દૂર પડી જાય છે. Motorsport.comના એક રિપોર્ટ અનુસાર, ટાયરના નવા કેસીંગને કારણે રાઇડર્સને પકડ બનાવવામાં મુશ્કેલી પડી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.