મધ્યપ્રદેશના દેવાસ જીલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે ઘટના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. સમગ્ર ઘટના અંગે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. છેલ્લા એક મહિનાથી ગુમ થયેલા એક પરિવારના પાંચ સભ્યોની લાશ મંગળવારે સાંજે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના એક ખેતરમાંથી મળી આવી હતી. પાંચેય મૃતદેહને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, 45 વર્ષની મમતા તેની બે પુત્રી 21 વર્ષની રૂપાલી અને 14 વર્ષની દિવ્યા અને આ પુત્રીની બે કઝીન 13 મેથી દેવાસ સ્થિત તેમના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘરનો મકાનમાલિક પીડિત લોકોમાંના એક સાથેના સંબંધમાં હતો અને તેમના 12 જેટલા સાથીદારોએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. મુખ્ય આરોપી સુરેન્દ્ર અને અન્ય ચાર શંકાસ્પદ લાગતા ધરપકડ કરવામાં આવી છે જ્યારે સાત અન્યની શોધખોળ ચાલુ છે.
જયારે પોલીસકર્મીઓ દ્વારા આઠ ફૂટ ઊંડા ખાડાને ખોદવામાં આવ્યો હતો. ત્યારે તેઓને વિવિધ કબરોમાંથી પાંચ સડેલી લાશ મળી આવી હતી અને એક પણ લાશ પર કપડા ન હતા. આરોપીઓએ તમામ લોકોના કપડા સળગાવી દીધા હતા એટલું જ નહિ પણ આરોપીએ મૃતદેહોને મીઠા અને યુરિયા વડે ઢાંકી દીધા હતા કારણ કે તેમનું શરીર જલ્દીથી નષ્ટ પામે. દેવાસ પોલીસ અધિકારી શિવ દયાલસિંહે કહ્યું કે, સુરેન્દ્ર ચૌહાણ સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચૌહાણે હત્યાની યોજના બનાવી હતી અને અમલ કર્યો હતો, ત્યારે પાંચ અન્ય લોકોએ તેને ખાડો ખોલવામાં મદદ કરી હતી જેથી લાશ દફનાવી શકાય.
પરિવારે ગુમ થયેલાની ફરિયાદ નોંધાવી હતી અને તેમને શોધી કાઢવાના પ્રયાસો હાલ શરુ કરી દેવામાં આવેલ છે. આ ‘હત્યારાઓ’ એ મહિલાની મોટી પુત્રીની આઈડી સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે, રૂપાલીએ તેમની ઇચ્છા પ્રમાણે લગ્ન કર્યા છે.નાની બહેન, પિતરાઇ અને માતા બંને તેની સાથે છે અને સલામત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.