કાયમ ગેરજવાબદારી માટે ખબરોમાં રહેનાર ઈન્દોરની એમવાય હોસ્પિટલ માંથી આ વખતે માનવતાને શર્મસાર કરનારી એક ઘટના માટે સમાચારમાં છે. એમ વાય હોસ્પિટલમાં એક શબ પડ્યું પડ્યું કંકાલ બની ગયું હતું. સ્ટ્રેચર પર રાખેલી લાશને કંકાલ બનવાની ખબર મીડિયાને મળ્યા બાદ હોસ્પિટલ પ્રબંધનની આંખો ઉઘડી અને સ્ટ્રેચર સહીત કંકાલને હટાવવામાં આવ્યું. માનવતાને શમચાર કરનારી આ ઘટના ઉપર હોસ્પિટલ વહીવટ તરફથી કોઈ જવાબ દેવામાં આવી રહ્યો નથી.
મુર્દા ઘર માં રાખેલું શબ બન્યું કંકાલ
સ્ટ્રેચર પર રાખવામાં આવેલા લાશની કંકાલ બનવાની ઘટના બાદ હોસ્પિટલ પ્રબંધન ચૂપ છે અને જવાબદારો જવાબ દેવાથી બચી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે લાશ ઘરમાં છેલ્લા ૨૦ થી ૨૫ દિવસ ઉપર સ્ટ્રેચર પર રાખેલી હતી. જે દુર્ગંધ મારતી હતી, તેમ છતાં પણ તેને મુર્દાઘરમાંથી હટાવવામાં આવી ન હતું.
અંતિમ સંસ્કારની રાહ જોતા સ્ટ્રેચર પર જ રાખવામાં આવેલું શબ કંકાલમાં બદલાઈ ગયું. લાશ કોની છે અને ક્યારે તેને મુર્દાઘરમાં લાવવામાં આવી હતી તેના વિશે કોઇ જાણકારી મળી રહી નથી. જણાવી દઈએ કે એમવાય હોસ્પિટલ ના મુર્દાઘરમાં દોઢ ડઝન ફ્રીઝર છે જેમાં લાશને રાખવામાં આવે છે, પરંતુ તેમાંથી મોટાભાગની લાશો ખરાબ થયેલી હાલતમાં છે.
જ્યારે કોઈ અજ્ઞાત લાશ મળે છે તો તેને મુર્દાઘરમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ ત્રણ દિવસ સુધી રાખવામાં આવે છે અને ત્યારબાદ પણ તેની ઓળખ નથી થતી તો નગર નિગમ અથવા કોઈ સમાજ સેવી સંસ્થા તે અજ્ઞાત શબનો અંતિમ સંસ્કાર કરી દે છે.
પરંતુ આ મામલામાં ન કોઈ શબનું પોસ્ટમોર્ટમ થયું હતું અને ન કોઇ જવાબદાર વ્યક્તિ એ લાશની સંભાળ લીધી હતી. ઘણા દિવસો સુધી શબને મુર્દાઘરમાં સ્ટ્રેચર પર રાખ્યા બાદ તે નર કંકાલમાં બદલાઇ ગયું હતું, ત્યારબાદ તેને સ્ટ્રેચર સહિત મુર્દાઘરમાંથી હટાવવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en