ગુજરાત: કારનો દરવાજો લૉક થઈ જતા 5 વર્ષના બાળકનુ ગૂંગળાઈને કમકમાટી ભર્યૂં મોત

અમદાવાદ શહેરનાં એરપોર્ટ રોડ પર ઇસ્કોન બંગલોઝ પાસેનાં રોડ પર પાર્ક કરેલી ગાડીમાંથી 6 વર્ષનાં બાળકની લાશ મળી છે. આ 6 વર્ષનું બાળક રમતા રમતા ગાડીમાં બેસી ગયો હતો અને ગાડીનો દરવાજો બંધ થઈ જવાથી બાળક ગાડીમાં જ ફસાઈ ગયો. ​​ગૂગળામણનાં લીધે તે બાળકનું મોત થયું હોવાનું પ્રાથમિક રીતે જણાવવામાં આવ્યું છે. આ બધી ઘટનાનાં CCTV ફૂટેજ બહાર આવ્યા છે અને એ ફૂટેજમાં એક મહિલાની પાછળ આ બાળક આવે છે અને ગાડીનો દરવાજો ખોલીને ગાડીની અંદર બેસી જાય છે. આ ઘટનાને કારણે એરપોર્ટ પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી છે અને બાળકના મૃતદેહને પીમ માટે મોકલવામાં આવી છે.

આ બાળક ની માતા તેને શોધવા માટે પાછી ઘરે ગઈ પણ બાળક ઘરે ન હતો. 
અમદાવાદનાં ઈન્દિરાબ્રિજથી એરપોર્ટ રોડ પરની AMC પાણીની ટાંકી પાસે આજ રવિવારનાં રોજ બપોરે 6 વર્ષના બાળકની લાશ કારમાંથી મળી આવી છે. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા એરપોર્ટ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ત્યાંના રહેવાસી લોકોએ કારમાં જોયું તો કરમાં એક બાળક હતું. અમદાવાદનાં ઈન્દિરાબ્રિજ પાસે આવેલા સરણીયા વાસમાં રહેતું આ બાળક અજય સરાણીયા બપોરે 12ની આસપાસ તે પોતાની માતા સાથે બાર જતો હતો.

તે સમયે માતા આગળ જતી હતી અને આ બાળક તેમની પાછળ આવતું હતું. અજય ગાડીને જોતા જ ગાડીની પાસે ગયો અને દરવાજો ખોલતાં ખુલી ગયો હતો અને તે અંદર બેસી ગયો અને તે દરમ્યાન કાર બંધ થઈ જતા બાળક અંદર જ રહી ગયું. કાર નો દરવાજો ન ખુલતા બાળક અંદર ગૂંગળાઇ ગયો. અજયની માતા જતા જતા પાછળ જોતા બાળક ન દેખાતા તેની માતા બાળકને શોધવા પાછી ઘરે ગઈ. પણ અજય ઘરે ન હતો. અજયને શોધતા શોધતા તેઓ ઘટના સ્થળે આવ્યા. તે દરમિયાન કરમાં લાલ રંગના કપડાં પહેરેલો અજય જોવા મળ્યો.

એક અઠવાડિયા જેટલા સમયથી કાર પાર્ક કરેલી હતી
એસીપી એ.એમ.દેસાઈએ કહ્યું હતું કે,અજય રમતા રમતા કારમાં બેસી ગયો હતો અને ગાડી બંધ થઇ ગઈ હતી. ગાડી માંથી અજય મળ્યો છે તે ગાડી માલિકે ઘરની સામે જ ગાડી પાર્ક કરી હતી. એક અઠવાડિયા જેટલા સમયમાં ગાડી પાર્ક કરવામાં આવી હતી. અજયની લાશનું​​​​​​​ પીએમ કરવા માટે મોકલવામાં આવી છે. જો ગાડીના માલિકની બેદરકારી હશે તો તેની સામે કાર્યવાહી પગલા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *