સમગ્ર દેશમાં આપઘાત તથા હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. રાજ્યના વડોદરા જિલ્લામાંથી એક સમાચાર સામે આવ્યા છે. વડોદરાના ડભોઇ તાલુકાના તીર્થસ્થાન ચાંદોદ પાસેના ભાલોદરા ગામની સીમમાંથી વહેતી ઓરસંગ નદીમાંથી ગામનાં 23 વર્ષીય આશાસ્પદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતકના પિતાની ફરિયાદને આધારે ચાંદોદ પોલીસ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરાવીને યુવાનના મૃતદેહને પરિવારજનોને સોપી દેવામાં આવ્યો હતો. મૃતક યુવાન ફેબ્રુઆરી વર્ષ 2019થી ચાંદોદ જીઆરડી યુનિટમાં સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યો હતો.
ઘરેથી નીકળ્યા પછી યુવાન ગુમ થયો:
5 સપ્ટેમ્બરનાં રોજ રવિવારની રાત્રે પોતાની પત્ની કૈલાસને હું ગામમાં જઈને આવું છું તેમ જણાવીને ભાલોદરા ગામનો 23 વર્ષનો યુવાન કલ્પેશ ગોવિંદભાઈ બારીયા ઘરેથી નીકળ્યો હતો તેમજ ત્યારપછી ઘરે પાછો આવ્યો ન હતો કે, જેને લીધે યુવાનના પિતા અને ગ્રામજનોએ ભાલોદરા તેમજ બીડ ગામની સીમમાં તપાસ કરી હતી પરંતુ અથાગ મહેનત છતાં કલ્પેશને શોધવામાં સફળતા મળી ન હતી.
ઓરસંગ નદીમાંથી મળી આવ્યો યુવાનનો મૃતદેહ:
ભાલોદરા બીડ ગામની સીમમાંથી પસાર થતી ઓરસંગ નદીના પ્રવાહમાં તરતો મૃતદેહ હોવાના સમાચાર મળતા પિતા ગોવિંદ મંગાભાઈ બારીયા તેમજ ગ્રામજનોએ પ્રવાહમાં ઊંધી તરતા મૃતદેહની તપાસ કરતા મૃતત કલ્પેશ બારીયા હોવાનું જાણવા મળ્યું હતું કે, જેથી સરપંચ તથા પોલીસને ઘટનાની જાણ થતા ચાંદોદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું:
મૃતદેહને ડભોઇ રેફરલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારપછી યુવાનના મૃતદેહને તેમના પરિવારને સોંપણી કરી દેવામાં આવી હતી. મૃતક કલ્પેશ બારીયા ચાંદોદ જીઆરડી યુનિટીનો સભ્ય હતો કે, જેને સંતાનમાં દોઢ વર્ષીય દીકરો વેદાંત છે, જ્યારે પત્ની કૈલાશ હાલમાં 7 માસની સગર્ભા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.