સુરત સિવિલ માંથી વગર સારવારે કાઢી મુકાયેલ દર્દીનો મૃતદેહ મળી આવતા ચકચાર

સુરત(ગુજરાત): દર્દીને સિવિલ હોસ્પિટલમાં સારવાર વગર ભગાડી મૂકાયેલો દર્દી ટ્રોમાં સેન્ટરના 200 મીટર દૂરથી મૃત હાલતમાં મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ બે કેસ પેપર મૃતક દર્દીના નામે નીકળ્યા હોવાની ગંભીર બેદરકારી જોવા મળી છે. દિલ્હી ગેટ ફૂટપાથ પર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા શ્રમજીવી દર્દીને 108 માં સિવિલ લાવવામાં આવ્યા હતા અને માત્ર 7 કલાકમાં જ દામામાં બતાવી દર્દીને ભગાડી મૂકવાનું મેડિસિન વિભાગનું મોટું ષડયંત્ર બહાર આવ્યું હોવાની ચર્ચાઓ ઉભી થઇ રહી છે. જોકે આ પ્રકરણમાં સિવિલ સુપરીન્ટેન્ડન્ટ ડો.રાઘાણી વર્માએ સંપૂર્ણ તપાસ કરી જવાબ આપશે એવી ખાતરી આપી છે.

હોસ્પિટલ જણાવ્યા અનુસાર, મૃતદેહને સવારે 6 વાગે પોસ્ટમોર્ટમમાં મુકાઇ છે, અને ખટોદરા પોલીસે દોઢ કલાકમાં મૃતદેહને અજાણ્યા વ્યક્તિને જન સેવા ટ્રસ્ટને અંતિમ વિધિ માટે આપી દીધો હતો. એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે, અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ હોય તો નિયમ અનુસાર પરિવારની 3 દિવસ રાહ જોવાતી હોય છે. જોકે આ વિવાદાસ્પદ બનાવમાં સામે આવતા જ તાત્કાલિક એક મેડિકલ ઓફિસરે પોસ્ટ મોર્ટમ રૂમમાં અજાણ્યા વ્યક્તિને મૃતદેહની તપાસ કરી અંતિમ વિધિ માટે મૃતદેહ નહિ આપવા સૂચના આપી દેતા પોલીસની વિવાદાસ્પદ કામગીરી બંધ કરાઈ હતી.

સુરત સિવિલ હોસ્પિરલના ડો.સ્નેહાએ જણાવ્યું હતું કે, બુધવારે સાંજે મારી ડ્યુટીમાં દિલ્હી ગેટ પાસેની ફૂટપાથ પરથી એક 55 વર્ષના ઇજાગ્રસ્ત દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેથી એ દર્દીને મેં ENT અને મેડિસિન વિભાગમાં રીફર કર્યું હતું. જોકે ENT વિભાગની સારવાર પૂરી થયા બાદ એ દર્દી મેડિસિન વિભાગમાં રીફર કરાયું હતું. ત્યારબાદ મારી ડ્યુટી પરી થતા હું ઘરે ગઈ હતી.

ચેતન ચૌહાણએ જણાવ્યું હતું કે, ENT ના છોડાવ્યા બાદ ચાર્જ લેતા મેં દર્દીઓનો ઘસારો હોવાથી હું વ્યસ્ત હતો. જોકે મધરાત્રે લગભગ દોઢથી 2 ની વચ્ચે સર્વન્ટ એ કહ્યું કે, એક દર્દી ટ્રોમાની સામે અમુલ પાર્લર પાસે બિન વારસી પડેલો છે. ત્યારે મેં તાત્કાલિકએ દર્દીને સ્ટેચર પર ટ્રોમાંમાં લાવવાની સૂચના આપી હતી. ટ્રોમાં સેન્ટરમાં આવતા જ એ દર્દી મૃત હોવાનું જાહેર કરી મૃતદેહ પોલીસને જાણ કરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલ્યો હતો. આ અજાણ્યો દર્દી દારૂના નશામાં હોવાથી ખૂબ જ ધમાલ કરી રહ્યો હતો. તેને બાંધીને સારવાર આપવી પડી હતી. જોકે એ કેવી રીતે દામામાં ગયો એ બાબતે મને ખબર નથી. પણ નિયમ મુજબ દામા રજીસ્ટરમાં સહી કરી ત્યારે ખબર પડી કે એ દર્દી કેસ પેપર લઈને ફરાર થઇ ગયો હતો.

ટ્રોમાં સેન્ટરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, મેડિસિન વિભાગના ડોક્ટરોએ આ દર્દીને સારવાર વગર જ ભગાડી દીધો છે. આ પહેલીવારનું નહિ પણ ભૂતકાળમાં પણ આવા અનેક વાર દર્દીઓને સારવાર વગર ભગાડી દીધા છે. રાઘાણી વર્માએ જણાવ્યું હતું કે, આખી ઘટના મારી સામે આવી છે. હું ચોક્કસ તપાસ કરાઉ છું, એક દર્દીના બે બે વાર કેસ પેપર પણ નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે. તપાસ કરીને જવાબ આપીશ.

ડો. મંડલએ જણાવ્યું હતું કે, મૃતક અજાણ્યા વ્યક્તિને શરીર પર પગના બન્ને ઘૂંટણ, થાપા, પીઠ, કપાળ, નાક અને ખભા પરથી ઇજાના નિશાન મળી આવ્યા છે. એટલું જ નહીં માથા પર ઈજા થવાથી તેનું મૃત્યુ થયું હોવાનું પોસ્ટ મોર્ટમમાં જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *