હત્યા કે આત્મહત્યા! લાઠીના સરોવરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા મચી ચકચાર  

અમરેલી(ગુજરાત): તાજેતરમાં અમરેલી(Amreli) જિલ્લાના લાઠી(lathi)ના અકાળા રોડ(Akala Road) પાસે આવેલા હરિકૃષ્ણ સરોવર(Harikrishna Sarovar)માંથી 22 વર્ષીય યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી હતી. બાદમાં રીક્ષા, મોબાઇલ(Mobile) અને યુવકના ચપ્પલ મળી આવતા શંકાના આધારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકોની ભારે મહેનત બાદ સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાશને બહાર કાઢવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મળતી માળતી મુજબ, લાઠીના શહેરમાં રીક્ષા ચલાવી પોતાનુ ગુજરાન ચાલવતા વિપુલભાઈ લાલજીભાઈ ચૌહાણનો મોબાઈલ ફોન બપોરના 12 વાગ્યાથી બંધ આવી રહ્યો હતો. જેથી બાદમાં પરિવારજનોએ 4 વાગ્યા બાદ શોધખોળ હાથ ધરી હતી. ત્યારે અકાળા રોડ પર આવેલા હરિકૃષ્ણ સરોવર પાસેથી યુવાનની રીક્ષા મળી આવી હતી. ત્યારબાદ તળાવના પાળા નજીકથી યુવાનના ચપ્પલ પણ મળી આવ્યાં હતા. બાદમાં આ ઘટનાની જાણ પરિવારજનોને થતા સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, બાદમાં રાત્રીના સમયે સ્થાનિક પ્રશાસન દ્વારા મામલતદાર, સ્થાનિક પોલીસ, નગર પાલિકાની ફાયરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મોડી રાતે સમયે આ યુવાનની લાશ મળી આવી હતી. બાદમાં લાશને પોસ્ટમોર્ટમ માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

જોકે, આ આત્મહત્યા છે કે અન્ય કારણ તે હજી સુધી સ્પષ્ટ થયુ નથી. સમગ્ર હકિકત પોલીસ તપાસ બાદ બહાર આવશે. આ ઘટનામાં યુવકે આત્મહત્યા કરી હોવાનુ હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. જોકે, તે દિશામાં પોલીસ દ્વારા આગળ તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા અલગ-અલગ લોકોના નિવેદન પણ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *