વડગામના મેમદપુરા ગામના આર્મી જવાન જશવંતસિંહ રાઠોડ જમ્મુ-કાશ્મીરના પીછવાડામાં ફરજ દરમિયાન ભેખડ ધસી પડતા આર્મી જવાન જશવંતસિંહ રાઠોડ શહીદ થયા હતા. ત્યારે હાલમાં તેમના પાર્થિવદેહને તેમના વતન વડગામના મેમદપુર લાવ્યમાં આવ્યો હતો. આર્મી જવાન જશવંતસિંહ રાઠોડ જમ્મુ-કાશ્મીર ખાતે મા ભોમની કાજે રક્ષા કરતાં કરતાં શહીદ થયા હતા. તેમના પાર્થિવદેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો અને સમગ્ર ગામ સહિત તમામ આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આર્મી જવાન જશવંતસિંહ રાઠોડના પાર્થિવદેહને વતન લાવતા મેમદપુરમાં ગામવાસીઓમાં દુખની લાગણી છવાઈ ગઈ હતી. વતન મેમદપુરમાં જશવંતસિંહ રાઠોડના પાર્થિવદેહની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને તેમની અંતિમવિધિ ગાર્ડ ઓફ ઓનર સાથે કરવામાં આવી હતી.
આ ઘટના અંગે મેમદપુર ગામના અગ્રણીએ જણાવતા કહ્યું હતું કે, જશવંતસિંહ રાઠોડના પરિવારમાં તેમના પિતા અને તેમના અન્ય બે ભાઈ પણ દેશની બોર્ડર પર સેવા કરી રહ્યા છે. મેમદપુર ગામમાં રાજપૂત સમાજના ઘણા યુવકો લશ્કરમાં જોડાયેલા છે. આજે અમે તેમની શહાદતને કારણે અમને દુખ પણ છે અને એ વાતનું ગર્વ પણ છે કે તેઓ દેશની રક્ષા કરતા કરતા શહીદ થયા છે.
મેમદપુર ગામના અગ્રણીએ જણાવતા કહ્યું હતું કે, ગામના તમામ રહેવાસીઓ આજે ખુબ જ દુ:ખી છે. સમગ્ર ગામ આજે શોકાતુર થઇ ગયું છે. વીર શહીદને શ્રધાંજલિ અર્પણ કરવા માટે ગામના તમામ લોકોએ બંધ પાળ્યું છે. જે પરિવારમાંથી જશવંતસિંહ રાઠોડ શહીદ થયા છે. તેમના પિતા પણ આર્મીમા હતા અને તેમના બે ભાઈઓ પણ આર્મીમાં છે. આ પરથી કહી શકાય કે, પરિવારના ત્રણ દીકરા અને તેમના પપ્પા ચારેય મા ભોમની કાજે દેશની સેવા કરે છે. જશવંતસિંહ રાઠોડ અમારા રાજપૂત સમાજના ઉગતા યુવાન હતા. તેમણે દેશની કાજે પોતાનું બલિદાન આપ્યું તેમનું અમને ગૌરવ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.