ગુજરાત (Gujarat) રાજ્યમાં આવેલા અમદાવાદ (Ahmedabad) શહેર માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડામાં આવેલી SMS હોસ્પિટલ (Hospital)માં નર્સ (nurse)તરીકે ફરજ બજાવતી યુવતીનો મૃતદેહ હોસ્પિટલના 7મા માળેથી મળી આવ્યો છે. હોસ્પિટલ માંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગયો છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલસ તરતજ ઘટના સ્થળે આવી પહોચી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં નર્સએ આપઘાત કરી હોવાનું જાણવા મળ્યું છે. યુવતીના મૃત દેહ પાસે એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં પ્રેમ પ્રકરણમાં આપઘાતનો ઉલ્લેખ છે. ત્યાર બાદ પોલીસે આ આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ મૃતક યુવતીનું નામ જીમી પરમાર છે, તેની ઉમર 24 વર્ષ છે. જીમીના પરિવારજનોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયોમાં એક વ્યક્તિ જણાવી રહ્યો છે કે, જીમી ખોવાઈ ગઈ છે અને તેની જાણ અમને હોસ્પિટલે કરી છે. જાણ થતા તે બધા હોસ્પિટલ ગયા હતા. હોસ્પિટ પહોચ્યા બાદ તેમને જણાવ્યું કે, તમારી દીકરી છેલ્લા 2 કલાકથી ગાયબ છે. વિડીયોમાં કહેવા અનુસાર, હોસ્પિટલે તેમને જણાવ્યું હતું કે, હોસ્પિટલના સ્ટાફે બધે તપાસ કરી હતી, પરંતુ જીમીનો કોઈ પતો લાગ્યો ન હતો.
પોલીસને જીમી ગુમ થઇ હોવાની અરજી આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, આવો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. પરિવારે એમ પણ કહ્યું કે, વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા હતા, ત્યાંથી જણાવાયું કે, તે લોકો અન્ય બંદોબસ્તમાં વ્યસ્ત છે. પરિવારનો એમ આક્ષેપ છે કે, હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચાર દિવસથી બંધ છે. જીમીનો મૃતદેહ 7મા માળેથી મળ્યો હતો. ત્યાં કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે.
પરિવારના લોકો એમ પણ કહ્યુ કે, જો જીમીએ 12 તારીખે આપઘાત કર્યો હોય તો હોસ્પિટલના સ્ટાફે અમને એમ કહ્યું હતું કે, જીમી બે કલાક પહેલા જ બહાર ગઈ છે. હોસ્પિટલે એમ પણ કહ્યું હતું કે, જીમીને શોધવા એક-એક રૂમ અને બાથરૂમ સહિતની અન્ય બધી જગ્યાઓએ તપાસ કરી હતી, તો પછી તેમને જીમી એ જ દિવસે કેમ ન મળી?
પોલસને મળેલી સુસાઈડ નોટમાં લખેલું હતું કે, પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કર્યો છે. એમ પણ લખ્યું હતું કે, જીમીએ પોતાની મરજીથી આ પગલું ભરી રહી છે. પરંતુ પોલીસે આ મામલામાં દરેક એંગલથી તપાસ કરી રહી છે સાથે સાથે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.