સુરતમાં માતાની નજર સામે એક વર્ષની બાળકી રીબાઈ રીબાઈને મોતને ભેટી, બાથરૂમમાં બાળકીને એકલી મુકીને…

ફરી એક વાર સુરત (Surat)માંથી પોતાના બાળકોને લઈ માતા-પિતાએ રાખવી પડતી સાવચેતી અને સાવધાની માટેનો આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતાને સાવચેત કરતો કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જે માતા-પિતા બાળકોને રમતા મુકીને કામમાં વ્યસ્ત રહેતા હોઈ છે તેમની માટે આંખ ઉઘાડતો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતમાં આવેલા લિંબાયત વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે.

રમતા રમતા એક વર્ષીય બાળકી પાણી ભરેલા ટબમાં પડી જતા કરુણ મોત નીપજ્યું છે. ત્યાર બાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ ગયા અને ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ વાત સાંભળીને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.

પરિવારની નજર જેવી નાના બાળકો પરથી હટે એટલે તરતજ મોટી દુર્ઘટના સર્જાય છે. એક વર્ષની બાળકી પરથી થોડા સમય માટે નજર હટી અને ત્યારે નજીકમાં રહેલા પાણી ભરેલા ટબમાં બાળકી પડી ગઈ હતી. ખરેખર માતા-પિતાઓએ પોતાના બાળકો પ્રત્યે સાવચેતી માટેની આંખ ઉઘાડી રહ્યું છે.

સિરાજભાઈ શેખ ટેક્સટાઈલમાં માર્કેટમાં મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સિરાજભાઈ પત્ની અને બે પુત્ર અને બે પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા હતા. આ બાળકીનું નામ ફાતિમા છે જે વર્ષની છે. ફાતિમા રમતા રમતા ટબમાં પડી ગઈ હતી. તેની માતા આ દરમિયાન બાર ગઈ હતી. થોડા સમય બાદ તેની માતા ઘરે આવી ત્યારે બાળકીને પાણીમાં ટબમાં જોઈ અને ત્યારે માતા બુમાબુમ કરવા લાગી હતી.

ત્યાર બાદ પાડોશીઓ અને સબંધીઓ ભેગા થઇ ગયા અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાને લઇ ગયા. ત્યારે ડોક્ટરે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાની સલાહ આપી હતી. ત્યાર બાદ 108ને બોલાવી બાળકીને સિવિલ હોસ્પિટલ લઇ ગયા ત્યારે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકીના મોત થવાથી પરિવાર આઘાતમાં મુકાયું છે.

આ ઘટના બાદ માતાના આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. પડોશી સાથે વાત કરતા જાણવા મળ્યું કે, બાળકીની માતા કચરો ફેંકવા બહાર આવી હતી અને થોડા જ સમયમાં પરત ફરી હતી. ઘરે પોચી ત્યારે બુમાબૂમ કરવા લાગી હતી. પાડોશીઓ મદદનો અવાજ સાંભળી અને બૂમાબૂમ સાંભળી અમે દોડી ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા અને ત્યારે તેને મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. બાળકીના મોતને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *