ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માટે અઠવાડિયું ખરાબ સપના ની જેમ ચાલી રહ્યું છે.બુધવારે એક કલાકાર ઈરફાન ખાને દુનિયાને આવજો કહી દીધું અને ગુરુવારે દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર નું નિધન થયું, બુધવારના રોજ ઋષિ કપૂરને મુંબઈના એક હોસ્પિટલમાં આઈસીયુ માં દાખલ કરાવ્યા હતા અને ગુરુવારે તે દુનિયા છોડી ચાલ્યા ગયા. ઋષિ કપૂર ૬૭ વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા.
ઋષિ કપૂરના મિત્ર , સંબંધીઓ અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગુરુવારે ટવીટ કરી ઋષિ કપૂરના નિધન ની જાણકારી આપી. તેમણે લખ્યું કે વો ગયા, ઋષિ કપૂર ગયા, હમણાં તેમનું નિધન થયું, હું તૂટી ગયો છું.
કપૂર પરિવાર તરફથી ઋષિ કપૂરના ભાઇ રણધીર કપૂરે તેની જાણકારી આપી. ઋષિ કપૂર ને બુધવારે તેમના પરિવારે રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બુધવારની રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફ આવી હતી, જેના બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, આ દરમિયાન હોસ્પિટલમાં ઋષિ કપૂરની પત્ની નીતુ સિંહ. ભાઈ રણધીર કપૂર સહિત પરિવારના અન્ય લોકો હાજર હતા.
કપૂર ખાનદાન તરફથી મેસેજ આપવામાં આવ્યો કે ગુરુવારની સવારે 8:45 વાગ્યે ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધો.તેઓ લ્યુકેમિયા નામની બીમારીથી છેલ્લા બે વર્ષથી લડી રહ્યા હતા. હોસ્પિટલે તેમના માટે છેલ્લા શ્વાસ સુધી કોશિશ કરી.ગયા વર્ષે જ્યારે વિદેશથી ઈલાજ કરાવીને પાછા આવ્યા ત્યારે તેઓ ખુબ ખુશ હતા, તેઓ દરેક વ્યક્તિને મળવા માગતા હતા. પરંતુ આ બીમારી દૂર ન થઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news