Trending News: TikTok પર કેનેડાની પ્રખ્યાત જોડિયા બહેનો એરી અને નોએ ચાન્સ ‘ચાન્સ ટ્વિન્સ’એ તેમનું શહેર બદલ્યું છે જેની પાછળ એક ચોંકાવનાર કિસ્સો છે. આ બંને બહેનોએ મળી કંપનીના બોસ સાથે દગો કર્યો હતો. જે બાદ બોસે એક વીડિઓ જોઈએ બંને બહેનોને(Trending News) પકડી પાડી હતી.તો ચાલો હકીકતમાં શું બન્યું હતું.
કેનેડાની પ્રખ્યાત જોડિયા બહેનોમાંની એક બહેન એરી પહેલેથી જ આયોજિત રજા પર જવાની હતી, પરંતુ બોસે તેને રજા આપવાની ના પાડી. તેથી એરીએ તેની બહેનને તેની ઓફિસમાં મોકલી આપવાનો પ્લાન કર્યો. આ યોજના થોડા દિવસો સુધી સારી રીતે કામ કરી રહી હતી, પરંતુ પછી મેનેજરે Noe નો એક TikTok પર એક વીડિયો જોયો. આ વીડિયોમાં નોઈ તેની બહેન એરી માટે ઓફિસનું કામ કરી રહી હતી, જ્યારે એરી કોઈ અજાણી જગ્યાએ રજાઓ એન્જોય કરી હતી.
વાયરલ વીડિયો જોયા બાદ બોસ પકડાયો
કેનેડાની TikTok સ્ટાર જોડિયા બહેનોમાંની એક એરી મુશ્કેલીમાં છે. તેમના મેનેજર જ્હોને તેમની બહેનને રજા પર જવા ઓફિસ મોકલવા અંગે તેમની પાસે ખુલાસો માંગ્યો છે. એટલું જ નહીં, એરી જ્યાં કામ કરે છે તે કંપની પણ તેની સામે કાર્યવાહી કરવાનું વિચારી રહી છે. બંને બહેનો મળીને TikTok પર એકાઉન્ટ ચલાવે છે, જેને 8 લાખથી વધુ લોકો ફોલો કરે છે. આ એકાઉન્ટનું નામ ચાન્સ ટ્વિન્સ છે. હાલમાં જ તેણે TikTok પર બીજો વીડિયો અપલોડ કર્યો છે, જેમાં જ્હોન દ્વારા મોકલવામાં આવેલ ઈમેલ બતાવવામાં આવ્યો છે.
જોડિયા બહેન ઓફિસમાં કામ કરતી હતી
વિડીયોમાં એરીને કહેતા સાંભળી શકાય છે કે મારા બોસે મારી જગ્યાએ ઓફિસનું કામ સંભાળતી વખતે મારી જોડિયા બહેને TikTok પર પોસ્ટ કરેલ વિડિયો જોયો હતો. પોતાની ભૂલ સ્વીકારીને, તેણે તાજેતરમાં જ ‘We missed it’ નામનો બીજો વીડિયો અપલોડ કર્યો છે.
આ વીડિયો એક અઠવાડિયા પહેલા TikTok પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી તેને 80 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. મેનેજર જ્હોને એરીને મોકલેલા ઈમેલમાં લખ્યું છે કે, “મારે સ્પષ્ટપણે કહેવું છે કે રજા માટેની તમારી વિનંતી સ્વીકારવામાં ન આવી તે પછી, તમારી જગ્યાએ તમારી જોડિયા બહેન સાથે રજાઓ પર જવાનું તમારો સંપૂર્ણ ખોટો નિર્ણય હતો. આ એક વિશ્વાસઘાત છે. તે બધા સાથીદારો કે જેઓ નિયમોનું પાલન કરે છે અને તે કંપની સાથે જે તમને જવાબદારી સોંપે છે.”
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App