એક માતાએ દીકરી સાથે જ વિશ્વાસઘાત કર્યો અને જમાઈ સાથે લગ્ન કરી લીધા. ૩૪ વર્ષની મહિલાએ ઘટનાના લગભગ 10 વર્ષ બાદ દિલ તૂટવાની દર્દનાક કહાની શેર કરી છે. લંડનના ટ્વિકેન્હમ માં રહેતી લોરેન વોલ ના લગ્નને હજુ બે મહિના પણ નહોતા થયા. ને પછી અચાનક ઘરથી ચાલ્યો ગયો. બીજા સંબંધીઓ મારફતે ખબર પડી કે તેનો પતિ તેની માતા સાથે જ રહેવા લાગ્યો છે.
ખુશી ખુશી માં હનીમૂન પર લઈ ગઈ હતી માને સાથે
લોરેન એ પોલ સાથે 2004માં લગ્ન કર્યા હતા. માતા જુલીએ લગ્નમાં લગભગ ૧૪ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. લોરેન ખૂબ ખુશ થઈ ગઈ હતી એટલા માટે તેની માતાને પણ હનીમૂન માટે સાથે લઈ ગઈ. તેને થોડો પણ અંદાજો ન હતો કે આગળ શું થનાર છે.
હનીમુન માંથી પાછા આવ્યા બાદ થોડા સમય પછી જુલી અને પોલ સાથે રહેવા લાગ્યા. આ લોરેન માટે ખૂબ આઘાતજનક હતું. જે માતા પર તેને ખૂબ વિશ્વાસ હતો તેણે જ વિશ્વાસઘાત કર્યો. લોરેન અને બીજો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે થોડા મહિના બાદ માતા જુલીએ કોલ ના બાળકને જન્મ આપ્યો.
ઘણા વર્ષો બાદ માતા જુલી અને પોલ એ લગ્ન કરી લીધા. આ લગ્નમાં બેટી લોરેન પણ સામેલ થઈ. એ જ વ્યક્તિને માતા સાથે લગ્નના વચનો આપતા જોયો જેની સાથે તેના લગ્ન ક્યારેક થયા હતા.
mirror.co.uk ના રિપોર્ટ અનુસાર, માતા જુલીએ શરૂઆતમાં આ સંબંધને ન કરવાની કોશિશ કરી. પરંતુ સમય જતાં તેમણે ભૂલ માની લીધી. પરંતુ પોલે લોરેન પાસે માફી ન માંગી. લોરેન નું કહેવું છે કે જે કંઈ પણ થયું તેની અસર તેના ઉપર લાંબા સમય સુધી રહી. તે ક્યારેય પણ માતાને સંપૂર્ણ રીતે માફ નહીં કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.