મંડપમાં બેઠેલ દુલ્હનનાં સેથામાં સવારનાં સમયે 5 વાગ્યે જેવું દુલ્હાએ સિંદૂર ભર્યુ, તેવી જ દુલ્હન મંડપ છોડીને નોકરીની કાઉન્સલિંગમાં જતી રહી. ત્યાં તેને સરકારી નોકરી મળી તેમજ પછી આવીને ખુશી ખુશી વિદાય થઇ. આ અનોખો બનાવ UPનાં ગોંડા જિલ્લાનો છે. ગોંડાનાં રામનગરમાં બારાબાંકીની રહેવાસી પ્રજ્ઞા તિવારી મહેંદી રચેલા હાથે તેનાં ડોક્યુમેન્ટ્સ સંભાળતી તેમજ ફોર્મ ભરતી જોવા મળી. એનાં વાળમાં મોગરાનાં ફૂલોની વેણી પણ હતી.
પ્રજ્ઞાનાં બુધવારનાં રોજ લગ્ન થયા તેમજ ગુરુવારનાં રોજ સવારે 5 વાગ્યે ફેરા થતાં જ તે તેનાં પતિનાં નામનું સિંદૂર લગાવીને ગોંડા BSA ઑફિસ ગઇ હતી જ્યાં પ્રજ્ઞાની કાઉંસલિંગ થવાની હતી.
કાઉંસલિંગની શિડ્યુલ ડેટ ફિક્સ હતી જેથી ફેરા પછી જ પ્રજ્ઞાને ઘણી વિધીઓને છોડીને કાઉંસલિંગ માટે જવું પડ્યું હતું. પ્રજ્ઞા લાઇનમાં ઉભી રહી તેમજ તેનાં ડોક્યુમેન્ટ્સ ચેક કરાવીને રિસીવિંગ લીધી. પ્રજ્ઞાનાં મોઢા પર બમણી ખુશી ઝળકાઇ ઉઠી.
પ્રજ્ઞાનું જણાવવું છે કે, તેનાં માટે કરિયર વધારે મહત્વનું છે. જેથી તેનાં દુલ્હાને તેની રાહમાં મંડપમાં જ છોડીને કાઉંસલિંગ માટે આવી હતી. ત્યાં બધા રાહ જોતા હતા કે, ક્યારે દુલ્હન બનેલી પ્રજ્ઞા પછી આવે તેમજ વિધિ પૂર્ણ થયા પછી તેનાં સાસરે જવા પતિની સાથે વિદાય થાય.
પ્રજ્ઞાનું એવું માનવુ છે કે, દુલ્હો એનાં માટે લકી ચાર્મ છે કે, ફાઇનલી એનાં જીવનમાં આવ્યા પછી તેને નોકરી મળી ગઇ. પ્રજ્ઞાએ બધા પેરેન્ટ્સને અપીલ કરી છે કે, તે બધા પોતાની દિકરીઓને ખૂબ ભણાવે તેથી આત્મનિર્ભર બની શકે છે. પ્રજ્ઞાએ તેનાં આ મુકામ સુધી પહોંચવાનો શ્રેય તેના માતા-પિતાને આપ્યો.
બેસિક શિક્ષણ અધિકારી દ્વારા પણ પ્રજ્ઞાને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આ મોટી વાત છે કે, ગઈ કાલે લગ્ન થયા તેમજ આજ રોજ નોકરી મળી ગઇ. પ્રજ્ઞા કાઉંસલિંગ કરાવીને પાછી બારાબાંકી આવી ગઇ. પ્રજ્ઞા બેસિક શિક્ષણ ખાતામાં શિક્ષકનાં પદ પર નિયુક્ત થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle