ઘરમાં લગ્ન પ્રસંગ હોય એટલે બધા જ ખુશ નજરે પડે છે. કેમ કે, પોતાનો પુત્ર કે પુત્રીને તેના જીવનમાં એક નવો સાથી મળે છે. માતા-પિતા સિવાય બીજા સંબંધીઓ પણ ખુશ નજરે પડે છે. આ લગ્નની તૈયારી મહિનાઓ પહેલા શરૂ કરી દેવામાં છે. તો લગ્ન બાદ કન્યાના ઘરે દુ:ખદ માહોલ થઇ જાય છે. પોતાની દીકરીને સાસરીમાં વળાવતી વખતે લોકોની આંખમાંથી આસું નીકળી પડે છે. દુલ્હન રડે છે અને પરિવારના લોકો થોડી સાંત્વના આપે છે. પરંતુ હાલમાં એક જગ્યાએ કન્યા વિદાઇ દરમિયાન એક દુલ્હનને હાર્ટ એટેક આવી ગયો અને તેનું મોત નીપજ્યું હતું.
અહી પોતાની વિદાઈમાં દુલ્હન એટલું રડી કે, તેને હાર્ટ એટેક આવી ગયું અને તેનું મોત થઈ ગયું. અહીં શુક્રવારે લગ્ન સમારોહની ખુશી અચાનક શોકની લહેરમાં પ્રસરી ગઈ. અહીં જુલાડા ગામના મુરલી સાહૂની પુત્રી રોઝી બાલાંગીર જિલ્લાના ટેટલગાંવની રહેવાસી બિસી કેતન સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. પરંતુ, જ્યારે તેની વિદાઇ થઈ રહી હતી તો આ ઘટના બની હતી.
કન્યા વિદાઇ દરમિયાન દુલ્હન સતત રડી રહી હતી. પછી આચનાક બેહોશ થઈ ગઈ અને જમીન પર પડી ગઈ. ઘટનાસ્થળ પર ઉપસ્થિત પરિવારના સભ્યો અને સંબંધીઓએ તેના હાથ ઘસ્યા અને તેના ચહેરા પર પાણી નાખીને તેને જગાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, તેને હોશમાં લાવવાના બધા પ્રયત્ન નિષ્ફળ રહ્યા. ત્યારબાદ તેને તરત સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે હાર્ટ એટેક આવવાના કારણે તેને મૃત જાહેર કરી દીધી હતી.
જાણકારી મળતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી અને પોસ્ટમોર્ટમ બાદ શવને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. રોઝીના મોતના સમાચાર બાદ એ વિસ્તારના લોકો હેરાન અને દુઃખી છે. જુલૂંડા ગામના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, રોઝી ખૂબ તણાવમાં જીવી રહી હતી. કેમ કે, તેણે થોડા મહિના પહેલા જ પોતાના પિતાને ગુમાવી દીધા હતા. તેના મામા અને કેટલાક સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મળીને આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બધા લોકો તેનું ઘર વસવાની ખુશી માનવી રહ્યા હતા ત્યાં હવે શોકની લહેર પ્રસરી ગઈ છે. આ ઘટના ઓડિશાના સોનપુરથી સામે આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle