લગ્નમાં વરરાજા જાન લઈને આવે તે વાત તો સામાન્ય છે, પણ બુધવારે મધ્યપ્રદેશના ખંડવા શહેરમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા છે જ્યાં જાનમાં બેન્ડ બાજા અને જાનૈયા તો છે પરંતુ વરરાજા નથી. જી હા, પાટીદાર સમાજની બે દીકરીઓની આ જાન નીકળી. સાક્ષી પાટીદાર અને સૃષ્ટિ પાટીદાર બેન્ડ બાજા સાથે ઇન્દોર રોડ પર હાથમાં તલવાર લઈને ઘોડા પર સવાર હતી. નવાઇની વાત તો એ છે કે છોકરીઓની જાન બે અલગ-અલગ ઘોડી પર સવાર થઇ નીકળી.
તમને જણાવી દઇએ કે, ખંડવામાં બે બહેનોના લગ્નની જાન ખૂબ ધામધૂમથી નીકળી. જેને જોનારા તમામ લોકો દંગ રહી ગયા. આ દુલ્હનોએ માત્ર ઘોડી પર સવાર થઇ બારાત વરરાજાના ઘરે જ લઇ ગયા નહીં પરંતુ આખા લગ્નનું આયોજન જ સામાજિક સંદેશાથી ભરેલું રહ્યું. દુલ્હનના પરિવારે પર્યાવરણને બચાવા અને સ્વચ્છતા જાળવવા માટે રૂમાલ પર આમંત્રણ કાર્ડ છપાવ્યું. તો વરરાજાએ પણ આધારકાર્ડની જેમ આમંત્રણ છપાવી બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશ આપ્યો.
છોકરીઓને પણ છોકરાની બરાબરનો દરજ્જો
હાથમાં ઝાંસીની રાણીની જેમ તલવાર લહેરાવતી ખંડવાની બે બહેનો સાક્ષી અને સૃષ્ટિ છે. બંને દુલ્હન બની ઘોડી પર સવાર થઇને છોકરાવાળાને ત્યાં જાન લઇ પહોંચ્યા. મોટાભાગે વરરાજાને જાન ઘોડા પર સવાર થઇને નીકળે અને નાચગા ગાતા પહોંચે. પરંતુ પાટીદાર સમાજમાં છોકરીઓની જાન પણ ધામધૂમથી નીકાળાય છે. સાક્ષી અને સૃષ્ટિ કોઇ રાણીથી કમ લાગતા નહોતા. શાસન ભલે મહિલાઓને સશકત બનાવા માટે કેટલીય યોજનાઓ ચાલી રહી છે પરંતુ પાટીદાર સમાજમાં વર્ષો પહેલાંથી છોકરીઓને પણ છોકરાની બરાબરનો દરજ્જો આપ્યો છે.આ અનોખી જાનને જોવા માટે સ્થાનિકોની ભીડ જામી ગઈ હતી.
Madhya Pradesh: Sakshi and Srishti, two sisters who had their wedding ceremonies on 22nd January, took out their own wedding procession (baraat) and rode horses to reach houses of their grooms in Khandwa, as a tradition followed by Patidar community. pic.twitter.com/80o27FtZuY
— ANI (@ANI) January 24, 2020
લગ્નના નિમંત્રણ કાર્ડની ખૂબ ચર્ચા
આ લગ્નના નિમંત્રણ કાર્ડની પણ ખૂબ ચર્ચા થઇ. પરિવારજનોએ કહ્યું કે તેમણે પોતાના મહેમાનોને બોલાવા માટે જે નિમંત્રણ કાર્ડ વહેંચ્યા તેનાથી પેપર પણ બચશે અને કચરો પણ ફેલાશે નહીં. એટલા માટે રૂમાલ ઉપર કંકોત્રી છપાવી છે. એટલું જ નહીં રૂમાલ ધોયા બદ ઉપયોગમાં લઇ શકાય છે.
કંકોત્રીમાં ‘બેટી બચાઓ’નો પણ સંદેશ આપ્યો
22 જાન્યુઆરીએ સાક્ષીએ આનંદ સાથે અને સૃષ્ટિએ શશાંક સાથે ફેરા ફર્યા. સાક્ષીએ લગ્નમાં જાન લઈને જવાના આઈડિયા વિશે મીડિયાને જણાવ્યું કે, સમાજમાં દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદ ન હોવો જોઈએ-આ સંદેશ આપવા અમે ઘોડા પર જાન લઈને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આધારકાર્ડ દરેક દેશવાસીઓ માટે જરૂરી છે, આથી અમે લગ્નની કંકોત્રીની થીમ પણ આધારકાર્ડ રાખી હતી. તેની પર અમે ‘બેટી બચાઓ’નું સ્લોગન પણ છપાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.