અરે બાપ રે આ શું? ઘરમાં બીજા માળે ચડી ગયો આખલો અને પછી થઇ જોવા જેવી- વિશ્વાસ ન આવે તો જોઈ લો આ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને બે ઘડી માટે તમારા શ્વાસ રોકાઈ જશે.

ઘણી વખત આપણી આસપાસ વિચિત્ર અને ચોંકાવનારી ઘટનાઓ બનતી રહે છે. તેને પોતાની આંખોથી જોયા પછી પણ તેના પર આપણે વિશ્વાસ થતો નથી. ઈન્ટરનેટની દુનિયામાં આવા ઘણા અનોખા અને વિચિત્ર વિડીયો જોવા મળે છે, જે કોઈ ચમત્કારથી ઓછા નથી હોતા. હાલમાં જ એક ડિજિટલ જગતમાં બે માળના મકાનની બાલ્કનીમાં ફસાયેલા આખલાનો વીડિયો વાયરલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ગણાતા યુટ્યુબમાં એક ટ્રેન્ડિંગ વીડિયોને અપલોડ કરવામાં આવ્યો છે. હાલમાં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, બજારમાં બનેલું બે માળનું મકાન દેખાય રહ્યું છે. આ વીડિયો રાજસ્થાનના પાલીમાં કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વિડીયોમાં દેખાતો આખલો બે માળના ઘરની બાલ્કનીમાં અટવાયેલો છે. તેને જોવા માટે સ્થળ પર મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. આ આખલાનું વજન 200 કિલો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.

વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, ત્યાં હાજર લોકો આખલાને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે લોકો તેને નીચે ઉતારવામાં સફળ ન થયા ત્યારે તેણે પોલીસ અને મેડિકલ પ્રોફેશનલ્સને બોલાવ્યા હતા અને પછી ક્રેનની મદદથી ઘણા પ્રયત્નો બાદ આખલાને નીચે લાવી શકાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આખલો વરસાદથી બચવા માટે ઘરના દાદરની મદદથી ઘરની બાલ્કનીમાં આવી પહોંચ્યો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *