ગામલોકોની નજર સામે જ નદીમાં સમાઈ ગઈ આખેઆખી ST બસ, આ વિડીયો જોઇને તમે હચમચી ઉઠશો

મહારાષ્ટ્ર: યવતમાલ (Yavatmal) જિલ્લામાં વરસાદી માહોલને કારણે એક જીવલેણ દુર્ઘટના (Tragedy) સર્જાઈ છે કે, જેમાં ઉમરખેડ (Umarkhed) માં આવેલ દહાગામ (Dahagam) નજીક નદી (River) ના પૂરમાં ST બસ તણાઈ જતાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ડ્રાઈવર તથા કંડક્ટર સહિત ત્રણ લોકો હજુ પણ લાપતા છે.

સવારનાં સમયે પુલ પર પાણી હોવા છતાં બેદરકાર ડ્રાઈવરે બસ જવા દીધી હતી. જો કે, અધવચ્ચે પહોંચતાંની સાથે જ બસ પાણીના વહેણમાં તણાવા લાગે છે તેમજ જોતજોતામાં પુલ પરથી નદીમાં ખાબકિ જાય છે. આ દૃશ્યો જોઈને નદીની બન્ને કાંઠે ઉભેલા સ્થાનિકો બુમો પાડી જાય છે.

આની સાથે જ સ્થાનિકો નદીમાં કૂદીને લોકોને બચાવવામાં લાગી જાય છે. સ્થાનિકોએ જીવના જોખમે બસમાં સવાર અન્ય 4 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જયારે અન્ય એક ઘટનામાં ઉત્તરપ્રદેશમાં જ આવેલ બાંદામાં અલગ-અલગ દુર્ઘટનામાં એકસાથે 6 બાળકોનાં મોત કરુણ મોત થયા છે.

બધા જ બાળકો બુંદેલખંડના પર્વ મહાલક્ષ્મી પૂજનમાં સામેલ થવા માટે પોતાના પરિવારની સાથે તળાવ પર ગયા હતા. મૃત્યુ પામેલ બાળકોમાં 2 સગા ભાઈ-બહેનનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટના બાંદામાં આવેલ 3 તાલુકામાં ઘટી છે. બાંદા સદરમાં એક બાળક, નરૈની તાલુકામાં 3 બાળકો તેમજ બબેરુમાં 2નાં મોત નિપજ્યા છે.

અતિભારે વરસાદને લીધે ઘણીવાર આવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે કે, જેમાં કેટ-કેટલાય માસૂમોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે હાલમાં પણ આવી જ બનેલ અલગ-અલગ બન્ને ઘટનામાં 7 જેટલા લોકોના મોત થયા છે જેને કારણે પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *