બિહાર: આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જે જાણીને તમને પણ ઘણું દુઃખ થશે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે, એવામાં એક અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે જેમાં ૭૬ મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પલટી ખાઈ ગઈ હતી.
જાણવા મળ્યું છે કે, આ બનાવ બિહારનો છે. જેમાં હાલમાં થોડા સમય પહેલા ૭૬ મુસાફરોને લઈને જતી એક બસ અનિયંત્રિત થઇ ગઈ હતી અને ખાઈમાં પલટી ખાઈ ગઈ હતી. જેમાં ઘણા ખરા મુસાફરોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી અને તે બધા જ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ બસ મહાલક્ષ્મી ટ્રાવેલ્સની હતી અને તે સહરસાથી દિલ્હી બાજુએ જઈ રહી હતી.
આ દરમિયાન મોતીહારીથી ગોપાલગંજ હાઇવે NH-૨૮ પર બેલવા માધો ગામ નજીક પહોંચી એટલે એક ખાઈમાં પલટી ગઈ હતી અને એ વખતે ઘણા મુસાફરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોચી હતી અને જે લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા તે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
બસના મુસાફરોના કહેવા અનુસાર, તેઓ સુઈ રહ્યા હતા અને અચાનક બધા જ મુસાફરોનો અવાજ સંભળાવવા લાગ્યો હતો અને આજુબાજુના ગામના લોકોએ પણ આવીને બહાર કાઢવાનું શરુ કર્યું હતું. આ અકસ્માતમાં 20 જેટલા જ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.