સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં આગની ઘટનાઓ સતત બની રહી છે. ત્યારે સુરત(surat)ના કામરેજ(kamrej) નજીક વેલંજાની રંગોલી ચોકડી(Velanja Rangoli Chokdi) પાસે એક લક્ઝરી કાર(Luxury car)માં અચાનક આગ લાગી જતા ભડ ભડ સળગવા લાગી હતી. શુક્રવારે મધરાત્રે બનેલી ઘટનાનો કોલ ફાયરને મળતા ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી જઇ બર્નીગ કારની આગને કાબૂમાં લીધી હતી. કાર માલિક મયુર ભુવા(Mayur Bhuva)એ કહ્યું હતું કે, એન્જિનમાં ભડકો થયા બાદ આગ લાગી જતા 10 મિનિટમાં અડધી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.
રાહુલ બાલાસર (ફાયર ઓફિસર)એ જણાવ્યું કે, આ ઘટના 1:41 વાગ્યે બની હતી. હોન્ડા વર્ના કારમાં આગ લાગી હોવાની માહિતી મળતાં જ વેલંજા રંગોળી ચોકડી પર પહોંચી ગયા હતા. ઘટના સ્થળે બર્નીગ કારને જોઈ પહેલા પાણીનો મારો કર્યો અને આગ કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
આ કાર મયુર ભુવા નામના વ્યક્તિની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. મયુર સોફ્ટવેર એન્જિનિયર છે અને સરથાણામાં રહેતો હતો. મીટીંગ બાદ ઘરે જતી વખતે કારમાં આગ લાગી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું કે, બર્નીગ કારનો કબ્જો સાયણ પોલીસને સોંપ્યો હતો. આ સાથે જ મયુરે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, હું આ અંગે કોઈ વાત કરવા માંગતો નથી કારણ કે લોકો આવી ઘટનાઓથી ડરી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.