ભુજ(ગુજરાત): આજકાલ અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન, મુન્દ્રા રોડ પર આઇયા નગર પાસે મંગળવારે રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં કારની અડફેટે આવી જતાં વયસ્ક બાઇક ચાલકનું ગંભીર ઇજાઓ થવાને કારણે સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. ઉપરાંત અન્ય એક ઘાયલ થયાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, બીએસએનએલ ફરજ બજાવીને નિવુત થયા બાદ ફીયોથેરાપી કરાવતા લક્ષ્મણભાઇ તેજાભાઇ દાવડા પોતાની મોટર સાયકલ લઈને રાત્રે ઘરે જઇ રહ્યા હતા. અ દરમિયાન, આઇયાનગર નજીક પુરપાટ ઝડપે આવી રહેલી અને આરટીઓમાં વિષ્ણુભાઇ પ્રજાપતીના નામે રજીસ્ટર થયેલી કારના ચાલકે તેમને મોટર સાયકલ સાથે અડફેટે લેતાં બાઇક પરથી લક્ષ્મણભાઇ ફંગોળાઇ જતાં માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી.
ત્યારબાદ તેમને સારવાર માટે પ્રથમ એકોર્ડ હોસ્પિટલ અને ત્યારબાદ જી.કે.માં લઇ આવતાં ત્યાના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે બી ડિવિઝન પોલીસ દ્વારા બનાવની નોંધ લઇ મૃતકના પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, અકસ્માત સર્જયા બાદ ફૂલ ઝડપને કારણે કાર ડીવાઇડર ટપીને ઉધી વળી ગઇ હતી. જેને કારણે અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઇજા થઇ હોવાનું સુત્રો અનુસાર જાણવા મળ્યું છે. હાલ પોલીસમાં કોઇ નોંધ ન હોવાથી કાર ચાલક અને ઘાયલ વ્યક્તિનું નામ હજી જાણવા મળ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.