Mother and two children killed in Mehsana accident: રાજ્યમાં અકસ્માતના સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. રાજ્યના સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ નજીક પુલના છેડે છાપરું બાંધીને પોતાનાં બાળકો સાથે માછલીનું વેચાણ કરતી મહિલા(Mother and two children killed in Mehsana accident) પર એક બેફામ ચાલકે પોતાની કાર બેદરકારીપૂર્વક સીધી છાપરામાં ઘુસાડી દેતા માતા સહિત કુલ ચાર લોકોને હડફેટે લીધા હતા.
સમગ્ર અકસ્માતમાં માતા અને તેના બે સંતાનોમાં મોત નીપજ્યાં હતા.જ્યારે એક બાળકીને ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી.અકસ્માત સર્જનાર ગાડી પણ રોડની સાઈડમાં ઊતરી જતા ઇજાગ્રસ્ત કારચાલકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો.
રાજકોટનો પરિવાર અહીં મજૂરી કામ કરતો હતો
તેઓ મૂળ રાજકોટના અને છેલ્લાં 30 એક વર્ષથી મહેસાણા જિલ્લાના ધરોઈ વિસ્તારમાં રહેતો અને પરિવાર માછલી વેચી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. જે પરિવારનાં ગીતાબેન વાઘેલા પોતાના પુત્ર આકાશ, દીકરી કરિશ્મા અને બીજી દીકરી કિંજલ આમ ચાર લોકો ધરોઈ નદી કિનારે આવેલા પુલ નજીક છાપરું બાંધીને માછલીનો વ્યાપર કરી રહ્યા હતા. તે દરમિયાન ત્યાં (GJ-02-CP-2789) નંબરની આઈ-10 કારના ચાલકે પોતાની કાર બેફામ રીતે ચલાવી સ્ટિયરિંગ પરનો કાબૂ ખોઇ બેસતા માછલી વેચતા પરિવારના છાપરામાં કાર ઘુસાડી દેવામાં આવી હતી.
મોતની ચિચિયારીઓઓ ગુંજી
કાર છાપરામાં ઘૂસી જતા ત્યાં માછલી વેચવા બેઠેલા પરિવારના મોભી ગીતાબેન, પુત્ર આકાશ, દીકરી કરિશ્મા અને કિંજલ પર ગાડી ફરી વળતા છાપરામાં મોતની ચિચિયારીઓઓ ગુંજી ઊઠી હતી. આ ઘટનાની જાણ નજીકમાં રહેતા તેના ભાઈને થતા તાત્કાલિક લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. જ્યાં અકસ્માત સર્જનાર કાર રોડની સાઇડમાં ઊતરી જતાં સ્થાનિકોએ કારચાલકને ત્યાં જ પકડી પાડ્યો હતો.
ત્રણનાં મોત એક સારવાર હેઠળ
સ્થાનિકોએ ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે સતલાસણા અને વડનગર અલગ અલગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જેમાં 50 વર્ષીય ગીતાબેન, 13 વર્ષીય દીકરો આકાશ અને તેમની 30 વર્ષીય દીકરી કરિશ્માનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત 15 વર્ષીય કિંજલ જેની હાલ સારવાર ચાલી રહી છે.
મૃતક કરિશ્માને 7 માસનો ગર્ભ હતો
આ દુ:ખદ ઘટનામાં મૃતક દીકરી કરિશ્માને સાત માસનો ગર્ભ હતો, તે પોતાની માતાના ઘરે રહેતી હતી અને માતાને માછલીઓના વ્યાપારમાં ખુબ મદદ કરતી હતી. જેનું પણ મોત થતાં તેના પેટમાં રહેલું માસૂમ દુનિયા જુએ તે પહેલાં જ ભગવાનને વહાલું થઇ ગયું છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજતા પરિવાર વિખેરાઈ ગયો છે
કારચાલક પણ ઇજાગ્રસ્ત
આ અકસ્માતમાં ખેરાલુની તૈયબા સોસાયટીમાં રહેતા મેમણ લૂકમાન ફજલભાઈ અને અક્સાબેન મેમણને પણ શરીરે ઘણી ઇજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવ્યાં છે. કારચાલકની સામે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube