હરિકૃષ્ણ એક્ષપોર્ટમાં શિક્ષક દિન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Published on Trishul News at 11:44 PM, Tue, 5 September 2023

Last modified on September 5th, 2023 at 11:45 PM

Harikrishna Exports Blood donation Camp: શિક્ષકો માત્ર બાળકોને ભણાવવા સુધી પોતાનું કાર્ય સીમિત નથી રાખતા, ભણાવવા સાથે બાળકોની કારકિર્દીનું ઘડતર પણ કરે છે. શિક્ષકો સમાજને દુનિયામાં જીવતા તો શીખવાડે જ છે. પરંતુ સાથે જ લોકોના જીવ પણ બચાવે છે, તેવું કહેવું અતિશયોક્તિ નહીં લાગે. કારણ કે શિક્ષક દિન નિમિતે સુરતની ડાયમંડ કંપની “હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ધોળકિયા ફાઉન્ડેશન” દ્વારા રક્તદાન કેમ્પનું(Harikrishna Exports Blood donation Camp) આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી 5 મી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તેમજ 5 મી સપ્ટેમ્બરના દિવસે સમગ્ર ભારત ભરમાં શિક્ષક દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતની ડાયમંડ કંપની હ”રિકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ધોળકિયા ફાઉન્ડેશન” દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલના સમયમાં સુરત જિલ્લામાં ખૂબ જ રોગચાળો વધી રહ્યો છે અને શહેરમાં બ્લડ બેંકોમાં બ્લડની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત બ્લડ બેન્ક સંસ્થા ‘લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર’ દ્વારા રક્તદાન કેમ્પ યોજવા માટે અપીલ કરવામાં આવી હતી. લોક સમર્પણ રક્તદાન કેન્દ્રની અપીલને ધ્યાનમાં રાખીને આજના સ્પેશિયલ શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે “હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ધોળકિયા ફાઉન્ડેશન” દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

“હરિકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ધોળકિયા ફાઉન્ડેશન” રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિકૃષ્ણ ગ્રુપના હોદ્દેદારો સહિત કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને આશરે 400 થી વધારે યુનિટ બોટલ લોકસમર્પણ બ્લડ બેન્કને આપીને સમગ્ર સુરત શહેરમાં રોગચાળાને લઈને રક્તની ઉણપ ઊભી થાય છે તેને પહોંચી વળવા માટે સહભાગી બન્યા હતા.

Be the first to comment on "હરિકૃષ્ણ એક્ષપોર્ટમાં શિક્ષક દિન નિમિતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન"

Leave a comment

Your email address will not be published.


*