પહાડ પરથી અચાનક જ નીચે પડવા લાગી કાર, પછી તો અંદર બેઠેલા લોકો જીવ બચાવવા માટે…- હિંમતવાળા જ જોઈ શકશે આ વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે હચમચી જશો.

તમારા રૂવાડા ઉભા કરી દે તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર પહાડ પરથી નીચે પડવા લાગે છે અને તેમાં બેઠેલા પરિવારના સભ્યો પોતાનો જીવ બચાવવા માટે એક પછી એક કારમાંથી બહાર કૂદવાનું શરૂ કરે છે. આ ઘટના ચીનની છે. મળતી માહિતી અનુસાર, પરિવારે કેટલીક સુંદર દ્રશ્યો માણવા માટે શિનજિયાંગના ડુકુ હાઇવે પર પોતાની કાર પાર્ક કરી હતી. જ્યારે કાર પર્વતના કિનારા તરફના ભાગ પર જવા લાગી.

મળતી માહિતી અનુસાર, ઘટનાના ફૂટેજ દર્શાવે છે કે જ્યારે કાર આગળ વધવા લાગી ત્યારે ડ્રાઈવર કંઈક પીવા માટે કારમાંથી બહાર નીકળ્યો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ગભરાયેલો માણસ બૂમો પાડતો જોવા મળી રહ્યો છે, તમે જોઈ શકો છો કે તે કારને આગળ વધતા રોકવા માટે ખુબ જ પ્રયાસ કરી રહ્યા છે. પરિવારના બે સભ્યો વાહનમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા. જોકે, આગળની સીટ પર બેઠેલી અન્ય મહિલા વાહનમાંથી બહાર નીકળવા માટે પોતાનો સીટ બેલ્ટ કાઢી ન શકી અને તે પણ કાર સાથે ખડક પરથી નીચે પડી ગઈ હતી. ત્યાં ઉભેલા લોકો આ કારને પર્વત પરથી પડી રહી છે તેને જોતા જ રહી ગયા.

હજુ સ્પષ્ટ નથી થયું કે કાર કેવી રીતે પોતાની જાતે આગળ વધવા લાગી. જો કે, સોશિયલ મીડિયા પર ચોંકી ગયેલા દર્શકોએ અનુમાન લગાવ્યું છે કે નિષ્ફળ હેન્ડબ્રેકને કારણે આ પ્રકારની ઘટના બની હોઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *