લોકોના સ્વાસ્થય સાથે ખિલવાડ! પિત્ઝા રેસ્ટોરન્ટમાં ઇયળો નીકળી તો મેનેજરે કહ્યું, ‘આવું તો ચાલ્યા કરે’

ગુજરાત(Gujarat): આણંદ(Anand) શહેરમાં સોજીત્રા રોડ(Sojitra Road) ખાતે આવેલી એક જાણીતી પિત્ઝા રેસ્ટોરન્ટ(Pizza Restaurant)માં મરચાની ડબીમાંથી ઇયળ નીકળતાં બુમાબુમ અને હોબાળો મચી ગયો હતો. આ અંગે જ્યારે ગ્રાહક દ્વારા મેનેજરને ફરિયાદ કરવામાં આવી તો તેણે સંતોષકારક જવાબ આપવાને બદલે તદ્દન બેફિકરાઇભર્યો જવાબ આપી દીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદ શહેરમાં રહેતા ભરતભાઈ પરમાર પોતાના પરિવારની સાથે આણંદ સોજીત્રા રોડ પર આવેલા એક પ્રસિદ્ધ પિત્ઝા રેસ્ટોરામાં જમવા માટે ગયા હતા, પરંતુ જ્યાં મરચાની ડબીમાંથી ઇયળો નીકળતાં ભરતભાઇએ મેનજરને ફરિયાદ કરી હતી. તો મેનેજરે તેને જવાબમાં કહ્યું કે, ‘આવું તો ચાલ્યા કરે’ તેવો જવાબ આપ્યો હતો અને પરિવારનું બિલ માફ કરવાની તૈયારી દર્શાવી હતી.

જેને કારણે ભારતભાઈ પરમારે ગ્રાહક સુરક્ષા મંડળનો કોન્ટેક્ટ કરી રેસ્ટોરન્ટના સંચાલક સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરવાની અને સાથે તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અવારનાવર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હવે લોકો સાથે અને તેના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ખિલવાડ થતો હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રકારની ઘટનાઓ અને દ્રશ્યો આપણે સૌ અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયોમાં જોતા જ હશું. આ પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તે યોગ્ય ન કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *