કૂકડાની સળી કરવી યુવકને ભારે પડી ગઈ- આ વિડીયો જોઇને ખખડી પડશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થાય છે. કેટલાય વિડીયો એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીયો એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીયો રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

આ વીડિયોમાં જોવા મળે છે કે, એક છોકરો હાથમાં લાકડી લઈને કૂકડાને પરેશાન કરી રહ્યો છે. ત્યારે જ કૂકડો ગુસ્સે થઈ જાય છે અને પછી તમે કલ્પના પણ કરી શકતા નથી કે કૂકડો છોકરા સાથે શું કરે છે. આ વિડીયો એટલો રમુજી છે કે તેને જોઈને તમારો ખરાબ મૂડ પણ સારો થઈ જશે.

આ વીડિયોને આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ ટ્વીટ કર્યો છે. આ વીડિયો અગાઉ @TheGreatGujjar નામના ટ્વિટર પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક છોકરો હાથમાં લાકડી લઈને ઉભો છે અને ત્યાં નજીક ઉભેલા કૂકડાને પરેશાન કરી રહ્યો છે. પરંતુ પછી કૂકડો ગુસ્સે થઈ જાય છે અને અચાનક છોકરાની પાછળ ભાગવા મંડે છે. છોકરો ડરથી એટલી ઝડપથી દોડે છે કે, તે ખાડામાં પડી જાય છે અને ઝાડમાં ફસાઈ જાય છે.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. તેમજ વિડીયો પર ઘણી રમૂજી ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *