આવતા વર્ષમાં બદલાઈ જશે મુખ્યમંત્રી, આ નેતા બની શકે છે નવા મુખ્યમંત્રી

ભાજપ સરકાર ને હવે સમગ્ર દેશ માંથી કોઈ ના કોઈ નાના મોટા ખરાબ સમાચાર નો વડગટ ચોંટી પડ્યો છે. મહારાષ્ટ્ર બાદ અનેક જગ્યા અને મહારાષ્ટ્ર પેહલાં ગુજરાત પેટાચૂંટણી માં ત્યારે હવે આબધાં ને ચલતે કજસ કરીને ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ પદનું કળશ બીજા ને આપવાનું નક્કી થયું છે ત્યારે આ બાજુ હવે મુખ્યમંત્રી પદ પણ ખતરામાં છે વિજય રૂપાણી ને છોડી ભાજપ હવે અન્ય કોઈ ને આ પદ સોંપવા માંગે છે. ત્યારે એવું કેહવાય છેકે આ પદ માં પ્રબળ દાવેદાર તરીકે પાટીદાર નેતાઓ નું નામ આ સૂચિમાં મોખરે છે.તો આવો જાણી લઈએ આ પાટીદાર નેતાઓનું નામ.

ગુજરાત માં પણ ૬ બેઠકો ની પેટા ચૂંટણી યોજાઈ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સંવેદનશીલ સરકાર ની સંવેદના જોઈ ને મતદારોએ કોંગ્રેસ ને ૩ અને ભાજપ ને ૩ બેઠકો આપીને ભાજપની નેતાગીરીને સંદેશો આપ્યો કે રૂપાણી ગુજરાત ના નાથ તરીકે ચાલી શકે તેમ નથી અને એવી અટકળો આકાર લઇ રહી છે કે રૂપાણીને બદલીને કેન્દ્રમાંથી કોઈ પાટીદાર મંત્રી ને સત્તા સોંપી ને એક કાંકરે બે પક્ષી મારવાની ગણતરીઓ કમલમ માં મુકાઈ રહી છે…..! સંભવતઃ આગામી ઉતરાયણ ના દિવશે નવા મુખ્યમંત્રી પતંગ ઉત્સવમાં પતંગો ઉડાડે એવી શક્યતા છે.

વાત કરીએ ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ની તો આનંદીબહેન પટેલ વિરૂધ્ધમાં સારી એવી ખબરો મીડિયા સુધી જતી હતી.અનેક વિવાદો ના આંનદી બેન નું નામ લેવાતું હતું.પાટીદાર આંદોલન સહિતના વિવિધ મુદ્દા ઉપરાંત આનંદીબહેન પટેલના દીકરી અનાર અને પુત્ર સંજય સરકારી કામકાજમાં ખુબ રસ લઈ રહ્યા હતા તેને લઈને ઘણી માથાકૂટ સરકાર અને પાટીદારો વચ્ચે થઈ હતું. પાટીદારોના ઉગ્ર આંદોલન નાં ચલતે ઘનાએવા મુદ્દા એ આનંદીબેન ને સોઈ ની જેમ વાગ્યા હતાં.છેવટે પાટીદાર અનામન્ત આંદોલન દરમિયાન આંદોલનને કાબુમાં નહિ લઇ શકવાના કારણોસર આનંદી બહેનને મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારે મુખ્યમંત્રી તરીકે પાટીદાર નેતા એવા નીતિન પટેલનું નામ લેવામાં આવ્યું.જોકે કહેવાય છે કે, અમિત શાહ ને આ પસંદ ન હોત તેમને આમ દખલ કરીને રૂપાણી ને મુખ્યમંત્રી પદ શોપ્યું

ગુજરાત ના રાજકીય પ્રવાહો, કોંગ્રેસ ના આંતરિક અને બાહ્ય બાબતો પર સતત નજર રાખનારા ભાજપના કેટલાક નેતાઓ એ મત બાંધી રહ્યા છે કે જો રૂપાણી ને ચાલુ રાખવામાં આવશે તો ગઈ વખતે માંડ માંડ અને મોદીએ બાજી સંભાળી ત્યારે 99 બેઠકો મળી હતી. મોદી હવે ભારત ને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જવા તમામ જોર લગાવી રહ્યા છે ત્યારે જેમ ભાજપે મધ્યપ્રદેશ-રાજસ્થાન વગરે ગુમાવ્યાં તેમ ૨૦૨૪ ની તડામાર તૈયારીમાં ગુજરાત તરફ ધ્યાન ન આપી શક્યા તો કુછ ભી હો સકતા હૈ. મોદી ક્યા સુધી દરેક ચૂંટણીઓમાં ગુજરાત આવીને- હું તમારો છું તમારી વચ્ચે ઉછર્યો છે… એવું બોલીને મતદારોના દિલ જીતશે….? રૂપાણી ને રાષ્ટ્રભાષા બોલવામાં ગોથાં ખાવા પડે છે ત્યારે ૨૦૨૨ માં ગુજરાતને બચાવવા કેન્દ્રમાં તેમની સાથે કામ કરનાર અને તેમના ઈશારાઓને સમજનાર પાટીદાર મંત્રી ને ગુજરાતમાં મૂકીને .ભાજપની નેતાગીરી એક કાંકરે બે પક્ષી મારવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે.

અગત્ય ની વાત તો એ છે કે જ્યારે નીતિન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી બનવાની થોડી મિનિટો જ બાકી હતી ત્યારેજ અમિત શાહ એ દખલ કરીને પાના પલટી નાખ્યા.નીતિન પટેલના ઘરે ઉજવણીની તૈયારીઓ પણ થઇ ગયેલી પરંતુ છેલ્લી ઘડીયે અમિત શાહ એ બૉમ્બ ફોડ્યો.અમિત શાહે એ વાજ઼ખતે પણ એમ જ કર્યું અને છેલ્લી ઘડીયે નીતિન પટેલનું નામ હટાવીને પોતાના ખાસ ગણાતા વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દીધા, જેને ત્યારસુધી કોઈ ઓળખતું પણ ના હતું.અમિત શાહ ને હતું કે રૂપાણી ધાર્યા કામ પાર કરશે પરંતુ રૂપાણી ની હાલની સ્થિતિ સૌ કોઈ જાણેજ છે.અત્યારે રૂપાણી પર આંનદી બેન કરતાં પણ વધારે આંગળીઓ ઉઠી છે ત્યારે હવે રૂપાણી ને વિદાઈ આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.તો આવો જાણી લઈએ કયા પાટીદાર નેતાઓના નામ આ સૂચિમાં સામેલ છે.

(1) નીતિન પટેલ.

સૌથી પહેલાં વાત કરીએ તો હાલના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું નામ આ ચર્ચામાં સૌથી ઉપર છે.જેનું કારણ આપ સૌ જાણીજ ગયાં હશો.હાઈ કમાન્ડ કોઈ પાટીદાર નેતાને ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ પહેરાવવાનું વિચારી રહ્યું છે.ત્યારે નીતિન પટેલ એ પાટીદાર નેતાઓના લિસ્ટમાં આવતું પહેલું નામ છે.આનંદીબહેન બાદ નીતિન પટેલ ગુજરાતના મુક્ક્યમંત્રી તરીકે લગભગ નક્કી જ હતા.પરંતુ અમિત શાહે વચ્ચે પગ નાખી બધું વેરાન છેરણ કરી નાખ્યું હતું.નીતિન પટેલે તો પેંડા પણ વેંહેચી દીધા હતા પણ છેલ્લી ઘડીએ અમિત શાહે બાજી બદલી અને રૂપાણી મુખ્યમંત્રી થઈ ગયા હતા.એટલે નીતિન પટેલની પણ તીવ્ર ઈચ્છા મુખ્યમંત્રી થવાની છે.પરંતુ ખાતાની ફાળવણી મુદ્દે તેમણે જે પ્રકારનું ત્રાગુ કર્યુ તે અમિત શાહ અને નરેન્દ્ર મોદી આટલી જલદી ભુલી શકે નહીં તેવુ માનવામાં આવે છે.જોકે આ બધાથી વાંધો અમિત શાહ નેજ છે.અન્ય લોકો ને નિતીન પટેલ નું મુખ્યમંત્રી પદ એ બેસું તેમાં કોઈ વાંધો નથી.પરંતુ એક માત્ર અમિત શાહ નેજ આ નળી શકે.

(૨)પુરુષોત્તમ રૂપાલા.

નરેન્દ્ર મોદી ના સૌથી ખાસ એવા વ્યક્તિ પુરુષોત્તમ રૂપાલા છે.મોદી ના સૌથી નજીક ના હોવાથી તેમને મુખ્યમંત્રી પદ મળી શકે તેમ લાગી રહ્યું છે.ગુજરાતના મુખ્યમંત્રીની રેસમાં પાટીદાર સમાજના ફાયરબ્રાન્ડ નેતા હોઈ તો એ છે પુરુષોત્તમ રૂપાલા, વળી તેઓ નરેન્દ્ર મોદીની ખાસ્સા નજીકના માણસ પણ ગણાય છે ત્યારે હાઇકમાન્ડ રૂપાલાને મુખ્યમન્ત્રી બનાવે તો નવાઈ નહિ, જો કે રુપાલાનો એક માઇનસ પોઇન્ટ પણ છે કે તેઓ રાજકીય સમજ હોવી જોઈએ તેના કરતા વધારે સમજ ધરાવે છે.ત્યારે આ વિક પોઇન્ટ ને લઈને થોડું વિચારવા જેવું થઈ શકે છે.તેમને વહિવટ કરતા વિરોધીઓને સંભાળી લેતા પણ આવડે છે પણ હાઈકમાન્ડ અપેક્ષા કરતા વધુ લાયકાત વાળા મુખ્યમંત્રીની જરૂર છે કે તે નહીં તે કહેવુ મુશ્કેલ છે.જોકે મોદી નાં સૌથી નજીકના હોવાથી કહેવાય છેકે રૂપાલા ને આ કળશ મળી શકે છે પરંતુ હવે એ પણ છે કે આ રેસ માં સૌથી પહેલા નીતિન પટેલ નું નામ છે.

(૩)પ્રફુલ પટેલ

મોદીના ખુફિયા માણસ કેહવાય તેવા પ્રફુલ પટેલ પણ આ સૂચિમાં રહ્યાં છે મોદીના અગત્યનાં માણસો ની સૂચિમાં પ્રફુલ ભાઈ મોખરે છે.ત્યારે પ્રફુલ પટેલ અને રૂપાલા વચ્ચે કડી ટક્કર રેહશે.રૂપાલા જેવી જ સ્થિતિ દિવ-દમણના પ્રશાસક અને ભાજપના પાટીદાર નેતા પ્રફુલ પટેલની છે.વાંકળી તેઓ પણ રૂપાલાની જેમ જ નરેન્દ્ર મોદીના અંગતની યાદીમાં આવે છે.પ્રફુલ પટેલ તેઓ શાસન સારી રીતે સંભાળી શકે છે તેવી નરેન્દ્ર મોદીને ખબર છે પણ પ્રફુલ પટેલ માટે અમિત શાહનો મત પણ અગત્યનો રહેવાનો છે.2010માં પ્રફુલ પટેલ ગૃહરાજય મંત્રી રહી ચુકયા છે.પરંતુ પ્રફુલ પટેલ અને અમિત શાહ વચ્ચે એટલા બધા સારા સંબંધો રહ્યાં નથી.ત્યારે આ મુદ્દો અગત્ય નો રેહશે.

(૪) કૌશિક પટેલ.

મંત્રી પદ સાંભળતા અને સારો એવો રાજકીય અનુભવ ધરાવતા કૌશિક પટેલ પણ આ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.ભાજપના નેતા અને વર્તમાન સરકારમાં મંત્રી એવા કૌશીક પટેલ એકદમ પાર્ટી લાઈનના કાર્યકર અને અમિત શાહની વિશ્વાસુ છે.અમિત શાહની આંખ ફરે તેમની ઈચ્છા સમજી શકે તે પ્રકારના નેતા છે.પ્રફુલ પટેલ મીતભાષી અને લોકોની વચ્ચે રહેવાવાળા નેતા છે.અમિત શાહ ના ખુબજ નજીક ના નેતા ગણતા હોવાથી તેઓને મુખ્યમંત્રી પદ માટે ઓફર કરાય તેમ લાગી રહ્યું જોકે આ સમગ્ર વાતમાં અગત્યની વાત એ છે કે વર્તમાન ગુજરાત સરકાર દ્વારા પોતાની ફરજ બજાવી શકાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *