ગુજરાત(Gujarat): રાજ્યના નાગરિકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સાથે સીધો જ સંપર્ક કરી શકે તે માટે CMO દ્વારા વોટ્સએપ નંબર(WhatsApp number) બહાર પાડવામાં આવ્યો છે. લોકો હવે વોટ્સએપ મારફતે સીધી જ CMOને ફરિયાદ કરી શકશે. રાજ્યનો કોઈપણ નાગરિક હવે પોતાની રજૂઆત, ફરિયાદ કે સૂચન ગાંધીનગર(Gandhinagar) જઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂમાં કરવાને બદલે વોટ્સએપ પર કરવાની સુવિધા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયો વોટ્સએપ નંબર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બીજીવાર સત્તા સંભાળ્યા પછી સતત નવા લોકોપયોગી નિર્ણયો લેવામાં આવ્યો છે. ત્યારે તેઓ દ્વારા ફરી એકવાર નાગરિકોના હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમાં દરેક નાગરિકને મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા માધ્યમથી જોડી શકાય તેવો પ્રજાના હિતમાં મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને કાર્યલય સાથે જોડવા માટે એક વોટ્સએપ નંબર પણ જારી કરવામાં આવ્યો છે.
લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધો જ સંપર્ક કરી શકશે
બહાર પાડવામાં આવેલા આ વોટ્સએપ નંબર ‘7030930344’ના માધ્યમથી લોકો મુખ્યમંત્રી કાર્યાલયમાં સીધો જ સંપર્ક કરી શકશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ કે સૂચન સહિતની કોઈ પણ બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકશે. આ વોટ્સએપ નંબર પર નાગરિકો મુખ્યમંત્રીની મુલાકાતનો સમય મેળવી શકશે, મુખ્યમંત્રી રાહતનિધિના લાભની માહિતી પણ સરળતાથી મેળવી શકશે, સ્વાગત ઓનલાઈન કાર્યક્રમની માહિતી પણ આ નંબરના માધ્યમથી વોટ્સએપ પર મેળવી શકશે.
જારી કરવામાં આવેલા વોટ્સએપ નંબર પર ‘HI’ લખવાથી જુદા જુદા ફીચર્સની માહિતી મળી શકશે. જેમાં ‘Write To CMO’ ફીચરના ઉપયોગથી નાગરિકો પોતાના સૂચન કે ફરિયાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સીધા મોકલી શકશે. જોકે, આનો ઉપયોગ કરવા માટે અરજદારે પોતાની વિગતવાર જાણકારી પૂરી પડવી પડશે. વોટ્સએપ નંબર ‘7030930344’ પર મેસેજ મોકલ્યા પછી મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ પણ તમારા વોટ્સએપ પર મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.