આ કંપની એક લાખ લોકોને થઈ જશે મંગળ પર, નોકરી તેમજ મુસાફરી માટે આપશે લોન

અમેરિકન ઉદ્યોગપતિ અને સ્પેસ એક્સ કંપનીના માલિક એલન મેક્સ એ જાહેરાત કરી છે કે તે આવનારા 30 વર્ષો માં એક લાખ માણસો ને મંગળ પર…

અમેરિકન ઉદ્યોગપતિ અને સ્પેસ એક્સ કંપનીના માલિક એલન મેક્સ એ જાહેરાત કરી છે કે તે આવનારા 30 વર્ષો માં એક લાખ માણસો ને મંગળ પર લઈ જશે. તેના માટે તે એક સ્ટારશીપ બનાવી રહ્યા છે. એલન મસ્ક ની યોજના છે કે તે ભવિષ્યમાં દર વર્ષે સો સ્ટારશીપ બનાવશે. આ જ સ્ટારશીપ ની મદદથી તે એક લાખ લોકોને મંગળ ની યાત્રા કરાવશે.

સ્ટારશીપ રોકેટને 2021 માં ચંદ્ર પર મોકલવામાં આવશે. આ યાન ચંદ્ર પર લેન્ડ કરશે. ત્યારબાદ ત્યાં અંતરિક્ષયાત્રીઓ ફરશે. તેના લગભગ ત્રણ વર્ષ પછી એલન મસ્ક મંગળ ની તૈયારી કરશે. હાલમાં જ સ્ટારશિપ યાનની પહેલી તસવીર એલન મસ્કએ જાહેર કરી હતી.

આ રોકેટમાં એક સાથે સો લોકોને અંતરિક્ષમાં લઈ જવાની ક્ષમતા છે. એલન મસ્ક એ કહ્યું કે અમે ચંદ્ર ઉપર સ્થાયી વસવાટ બનાવવાની યોજના ઘડી રહ્યા છીએ. એવું જ કંઈ મંગળ ગ્રહ માટે પણ પ્લાન કરીશું.

એલન મસ્કએ જણાવ્યું કે 2050માં અમે દર દિવસે ત્રણ સ્ટારશીપ લોન્ચ કરીશું. લગભગ ૧૦૦૦ ફ્લાઇટ દર વર્ષે મંગળ ગ્રહ પર જશે. એટલે કે એક વર્ષમાં કુલ એક લાખ યાત્રીઓ મંગળ ગ્રહ ની યાત્રા કરશે.

એલન મસ્કએ કહ્યું કે આના પહેલા પૂર્વ તૈયારીરૂપે અમારે મંગળ ગ્રહ ઉપર ઇંધણનું સ્ટેશન બનાવવાની જરૂર પડશે. જેથી ત્યાં પહોંચ્યા બાદ ઇંધણ ઓછું થઇ જાય તો મંગળથી ઇંધણ ભરી અમે લોકોને પાછા પૃથ્વી પર લાવી શકીએ.

જો કે એલન મસ્કએ નથી જણાવ્યું કે મંગળ ગ્રહ પર જવા માટે કેટલો ખર્ચ થશે.તેણે એ પણ જણાવ્યું કે જે કોઈ પાસે મંગળ ની યાત્રા માટે પૈસા નહીં હોય તેને અમે લોન પણ આપીશું. જેથી લોકો મંગળ યાત્રા કરવાની ઈચ્છા પૂર્ણ કરી શકે.

એલન મસ્કએ કહ્યું છે કે મંગળ ગ્રહ પર ઇંધણ સ્ટેશન બનાવ્યા બાદ અમે ત્યાં લોકોને રોજગારી પણ આપીશું. મંગળ ગ્રહ પર નોકરી કરવાની મજા કંઈક અલગ જ હશે. સ્ટારશીપ રોકેટ ફરી વખત ઉપયોગ કરવા લાયક ક્યાં છે. તેને અંતરીક્ષયાત્રા માંથી પાછા ફર્યા બાદ ફરી રીપેર કરી તેને ઉપયોગમાં લઇ શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *