આ મહિલાએ મોદી સરકારને પણ ધ્રુજાવી દીધી- સમગ્ર વિશ્વમાં રાખે છે આવો દબદબો

આઇએમએફ (IMF)ની CEO(chief executive officer) અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથન ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. આઇએમએફે(IMF) દાવોસમાં ચાલી રહેલા વૈશ્વિક આર્થિક મંચ પરથી કેટલાક GDPના અંદાજો…

આઇએમએફ (IMF)ની CEO(chief executive officer) અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથન ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. આઇએમએફે(IMF) દાવોસમાં ચાલી રહેલા વૈશ્વિક આર્થિક મંચ પરથી કેટલાક GDPના અંદાજો બહાર પાડ્યા છે. આઈએમએફ(IMF) ની મુખ્ય ગણાતી અર્થશાસ્ત્રીએ આવા દાવા કર્યા છે. ભારત સહિતના દેશોની સુસ્તીની અસર સમગ્ર દુનિયાભરને અસર કરી રહી છે.

ભારતીય અર્થતંત્ર ઉપર મંદી દિવસને દિવસે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે અને તે મામલે વિવિધ સંસ્થાઓ પણ સતતને સતત ચેતવણી આપી રહી છે. હવે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ ભારતના આર્થિક વિકાસના અંદાજમાં ધરખમ ઘટાડો કર્યો છે. નાણાંકીય વર્ષ 2019-20માં GDP વધારો સાત વર્ષના સૌથી નીચલા સ્તરે રહેવાની આગાહી કરી હતી.

ફક્ત ભારત જ નહીં IMFએ સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસદરના અંદાજમાં ઘટાડો નોંધ્યો છે અને આ માટે ભારત સહિતના બીજા પણ વિકાસશીલ દેશોના ધીમો GDP વધારાને જવાબદાર ઠેરવ્યા છે. વળી IMFએ ભારતને જોરદાર ઝટકો આપ્યો છે.

આ IMFના CEO(chief executive officer) એક ભારતીય છે. ગીતા ગોપીનાથ IMFના CEO છે. ગીતા ગોપીનાથન ભારતમાં જ મોટા થયા છે. કોંગ્રેસના પૂર્વ નાણામંત્રી પી.ચીદમ્બરે તો એટલે સુધી ભવિષ્યવાણી કરી દીધી છે કે, હવે મોદી સરકારના મંત્રીઓ અને ભાજપના કાર્યકરો ગીતા ગોપીનાથનને નિશાન બનાવવાનું શરૂ કરી દેશે.

ગીતા ગોપીનાથન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈ.એમ.એફ.) ના CEO(chief executive officer) છે. ગીતા ગોપાનાથ મૌરિસ ઓબ્સ્ટફિલ્ડની જગ્યાએ CEO બન્યા છે. તે પહેલા આંતરરાષ્ટ્રીય પદ પર ભારતના રઘુરામ રાજન પણ આઈએમએફના CEO અર્થશાસ્ત્રી રહી ચૂકયા છે. ગીતા ગોપીનાથે તેની ડીગ્રી દિલ્લી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પ્રાપ્ત કરી છે. આ સાથે ગીતા કેરલ મુખ્યમંત્રીના આર્થિક સલાહકાર પણ રહી ચુક્યા છે.

ભારતના નાણા મંત્રાલયની જી-20 સલાહકાર સમિતિમાં પ્રતિષ્ઠિત સભ્યના રૂપમાં પણ ગીતા ગોપીનાથનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપક અર્થશાસ્ત્ર અને વ્યાપાર પર વર્ષ 2001માં કરવામાં આવેલા રિસર્ચ પર પ્રિંસટન યૂનિવર્સિટીથી અર્થશાસ્ત્રમાં પીએચડીની ઉપાધિ પ્રાપ્ત કરી છે. આજે આઇએમએફે સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસદર જાહેર કર્યા છે. જેમાં સૌથી વધુ ફાયદો ચીનને થઈ રહ્યો છે. જોકે, આઈએમએફના અંદાજ અનુસાર 2021માં ભારત વિશ્વમાં જીડીપીના વિકાસદરમાં ફરી ટોપ પર પહોંચી જશે.

ગીતા ગોપીનાથે 2005માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડ્મીસન લીધા પહેલા તે યુનિવર્સિટી ઓફ શિકાગોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતા. તેમણે પોતાની બેચલર ડીગ્રી નવી દિલ્લીની શ્રીરામ કોલેજમાંથી પ્રાપ્ત કરી છે. આ સિવાય ગીતા અમેરિકી સમીક્ષા, આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર જર્નલ સાથે પણ સંકળાયેલા છે.

ગીતા ગોપીનાથન ભારતમાં જન્મ્યા છે અને અહિં જ મોટા થયા છે. આ સમયે તેમની પાસે અમેરિકાનું નાગરિકત્વ છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન દિલ્હી યુનિવર્સિટીથી કર્યું હતું. પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી ગીતાએ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ અને યુનિવર્સિટી ઓફ વોશિંગટનથી મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *