કોંગ્રેસના પૂર્વ કેન્દ્રિય મંત્રીએ 60 વર્ષની ઉંમરે તેની મિત્ર સાથે કરી લીધા લગ્ન, જાણો વિગતે

કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ કેંન્દ્રીય મંત્રી મુકુલ વાસનિકે 60 વર્ષની ઉમરે રવિવારે લગ્ન કર્યા હતા. મુકુલ વાસનિકના નજીકના વ્યક્તિઓનું કહેવું છે કે, વાસનિક દિલ્હીની ફાઈવ સ્ટાર હોટેલમાં રવિના ખુરાના સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ કેન્દ્રિય મંત્રી વાસનિક અને રવિના ખુબ જ જૂના મિત્ર છે અને આ પહેલા પણ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, રવિના એક ખાનગી કંપનીમાં મોટા પદ કર કાર્યરત છે. મુકુલ વાસનિકનું નામ ગયા વર્ષે ત્યારે આવ્યું હતું કે જ્યારે રાહુલ ગાંધીનાં અધ્યક્ષ પદ પરથી રાજીનામા આપ્યા પછી તેમને કોંગ્રેસનાં અધ્યક્ષ બનાવવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.

આ અવસર પર કોંગ્રેસનાં ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા

આ અવસર પર કોંગ્રેસનાં ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલ, અંબિકા સોની, બી. કે. હરિપ્રસાદ અને આનંદ શર્મા પણ લગ્નમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને નવદંપતિને શુભેચ્છા પાઠવી હતી.  મુકુલ વાસનિક મહારાષ્ટ્રના કોંગ્રેસના સીનિયર નેતાઓમાંથી એક છે. તેઓ કોંગ્રેસના મોટા નેતા અને ત્રણ વારના સાંસદ બાલકૃષ્ણના પુત્ર છે. બાલકૃષ્ણ વાસનિક કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, તેઓ મહારાષ્ટ્રના બુલઢાનાથી માત્ર 28 વર્ષની વયે લોકસભામાં ચૂંટાયા હતા.

મુખ્યમંત્રીએ ટ્વિટર પર કર્યું શેર

રાજસ્થાનનાં મુખ્યમંત્રીએ તેમના લગ્નની જાણકારી આપતા એક ટ્વિટ કર્યું હતું કે, મુકુલ વાસનિક અને રવીના ખુરાનાજી એક યુગલ તરીકે સાથે જિંદગીમાં નવી શરૂઆત કરવા બદલ શુભેચ્છાઓ. આશા રાખું છું કે આવનારા વર્ષોમાં તમારી જિંદગીનાં સૌથી ખૂબસુરત સમય હશે, હંમેશા ખુશ રહો. સાથે ફોટો પણ શેર કર્યા હતા. ગહલોતના ટ્વીટ દ્વારા વાસનિકના લગ્નની ખબર સાર્વજનિક થઈ હતી.

મુકુલ વાસનિક કોંગ્રસનો જાણીતો ચહેરો

મુકુલ વાસનિક મનમોહન સરકારનાં પ્રથમ કાર્યકાળ દરમ્યાન સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી રહી ચૂક્યા છે.  મુકુલ વાસનિકે ઘણાં મહત્ત્વપૂર્ણ પદો પર સેવાઓ આપી છે અને તે કોંગ્રસનો જાણીતો ચહેરો છે. તેમણે ખુબ જ નાની વયે રાજનીતિમાં પગ મુક્યા હતા અને આજે તેઓ એક પ્રસિદ્વ નેતાની રીતે જણીતા બન્યા છે. મુકુલ વાસનિક લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે અને વર્તમાનમાં અખિલભારતીય કોંગ્રેસ સમિતિનાં મહાસચિવ છે. તેઓ ત્રણ વાર સાંસદ રહી ચુક્યા છે. પહેલીવાર વર્ષ 1984-1989માં લોકસભાના સાંસદ બન્યા હતા. ત્યારબાદ તેમણે 10મી અને 12મી લોકસભામાં ચૂંટણી લડી હતી અને જીતીને ફરી સાંસદ બન્યા. તેમણે જણાવ્યું કે મારી મુલાકાત વર્ષ 1984માં મુકુલ વાસનિક સાથે અને રવીના સાથે 1985માં ત્યારે થઈ હતી કે જ્યારે અમે તમામ વિશ્વ યુવા અને વિદ્યાર્થી મહોત્સવ માટે મોસ્કો ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *