મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના મંદસોર(Mandsor)મા પેટ્રોલ પુરાવ્યા પછી 10 રૂપિયા માટે એક બીજા વચ્ચે જોરદાર મારમારી થઈ હતી. પેટ્રોલ પંપના કર્મચારીઓ અને યુવકોની વચ્ચે પોલીસની સામે જ ખુરશીઓ અને લાકડીઓ વડે મારામારી(Blows) કરવામાં આવી હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ મારપીટનો આ વીડિયો(Blowing video) પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. વિડીયો વાયરલ થતા કોતવાલી પોલીસ મથકે મારપીટ કરવા મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી.
View this post on Instagram
સમગ્ર ઘટના મધ્યપ્રદેશના મંદસોરના બીપીએલ ચાર રસ્તા પાસે એક મિશ્રિલાલ એન્ડ કંપની પેટ્રોલ પમ્પ પર ઘટી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે અરબાઝ અલી અને આરીફ અલી નામના યુવકો આવ્યા હતા અને તેમણે 110 રૂપિયાનું પેટ્રોલ ગાડીમાં ભરાવ્યું હતું. 110નું પેટ્રોલ પુરાવ્યું હતું અને તેઓ 100 રૂપિયા આપીને ચાલવા લાગ્યા હતા. આ બાબતે પેટ્રોલ પમ્પના કર્મચારી આદિલ ખાને તેમને જતા અટકાવ્યા હતા.
10 રૂપિયા ફેંકવા બાબતે બંને વચ્ચે થઇ મારપીટ:
10 રૂપિયાની નાનકડી એવી બાબતે વિવાદ થતાં બાઈક સવાર યુવકે આદિલ ખાન સામે 10 રૂપિયાની નોટ ફેંકી હતી. આ બાબતે આદિલે તેમનો વિરોધ કર્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જોત જોતામાં જ બંને વચ્ચે મારમારી શરૂ થઈ ગઈ હતી.
પોલીસની સામે થઇ ઝપાઝપી:
આ ઘટના દરમિયાન પેટ્રોલ પમ્પમાં માલિકે શહેર કોતવાલી પોલીસને આ ઘટના અંગેની જાણ કરી હતી. આ તરફ વધારે પડતી બોલાચાલી કરતાં બંને યુવકોએ ફોન કરીને પોતાના અન્ય કેટલાય મિત્રોને બોલાવી લીધા હતા.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બંને પક્ષના લોકોને શાંતિથી સમજાવી રહી હતી, પરંતુ બંને તરફના લોકો સમજવાનું નામ નહોતા લઇ રહ્યા અને બંને ખુરશી અને લાકડી વડે એક-બીજા પર તૂટી પડ્યા હતા. ત્યારબાદ પોલીસ મારપીટ કરી રહેલ લોકોને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી અને એક-બીજાની સામ સામે ફરિયાદ બાબતે કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.