છેલ્લા 22 વર્ષથી ગટરમાં રહે છે પરિવાર- તસ્વીરો જોઇને કરોડોના બંગલા પણ ભૂલી જશો

કોલંબિયા: દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનું ઘર વસાવા માંગે છે. દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે, તેમનું એક સુંદર પોતાનું ઘર હોય. ગરીબ હોય કે અમીર વ્યક્તિ, દરેક વ્યક્તિ પોતાની જરૂરતની બધી વસ્તુઓ પોતાના ઘરમાં રહે તેવું ઈચ્છતા હોય છે.

તમે બધા ઘરના ઘરનું સપનું જોયુ હશે પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, જો તમારું ઘર ગટરમાં હોય તો અને આ ગટરમાં વર્ષો સુધી રેહવાનું થાય તો ? ખરેખર આ વાત સાચી છે. ઘણા એવા લોકો આ દુનિયામાં છે કે, જેઓનું રહેવાનું ગટર માં જ છે. મળતી માહિતી અનુસાર, એક એવા દંપતીની કે તે કોલંબિયાની રાજધાની મેડેલિનમાં રહે છે આ શહેરમાં દંપતી છેલ્લા 22 વર્ષથી ગટરમાં જ રહે છે. આ લોકોએ પોતાનું આખું વિશ્વ અહીં વસાવ્યું છે, જેમ કે પોતાની જરૂરતનો સામાન કે બાથરૂમ જેવી સુવિધા તેમને ગટરમાં જ ઊભી કરી હતી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ લોકોએ તેમના ઘરને ખૂબ જ સુંદર રીતે સુશોભિત કર્યું હતું. તેમના ઘરમાં રસોડું અને નાનું ટીવી પણ છે. તેઓ આ બનાવેલા ઘરમાં શણગારની કેટલીક વસ્તુઓ પણ છે. તમે એવું પણ વિચારતા હશો કે જો તેમના ઘરમાં અંધારું હોવું જોઈએ પરંતુ એવું નથી કારણ કે તેમને આ સમસ્યા માટે વીજળીની પણ વ્યવસ્થા કરેલી છે. તેમનું ઘર જોઈને એવું લાગતું જ નથી કે, તેને ગટરમાં ઘર બાંધ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દંપતી મેડેલિનની શેરીઓમાં મારિયા ગાર્સિયા અને તેના પતિ મિગુએલ રેસ્ટ્રેપોને મળ્યું હતું. જ્યારે આ બંને એકબીજાને મળ્યા ત્યારે તે સમયે બંનેને ડ્રગ્સ લેવાનું ખરાબ આદત હતી. બન્ને લાંબા સમયથી ડ્રગ્સના વ્યસની હતા. તેઓ તેને કારણે પોતાનું જીવન સમાપ્ત કરવા માંગતા હતા. બંનેમાંથી કોઈને જીવવાની ઈચ્છા નહોતી.

કારણ કે મારિયા અને મિગુએલ બંને પાસે ગુમાવવા માટે કંઈ નહોતું.  ના તો પૈસા, ન મિલકત કે ન તો કુટુંબ. મારિયા અને મિગુએલ બંને આ દુનિયામાં એકલા હતા.  પરંતુ જ્યારે આ બંને એકબીજાને મળ્યા ત્યારે બંનેને જીવવાનું કારણ મળ્યું અને સાથે મેડેલિનની શેરીઓમાં રહેવા લાગ્યા હતા. ત્યારબાદ બંનેએ ડ્રગ્સના વ્યસનને હમેશા માટે અલવિદા કહી દીધું હતું. 22 વર્ષ પહેલા મારિયા અને મિગુએલને આ શહેરની ગટરમાં રહેવાની જગ્યા મળી હતી. ત્યારબાદ બંને અહીં રહેવા લાગ્યા અને લગ્ન પણ કરી લીધા હતા. તેઓએ સાથે મળીને ગટરને પોતાનું ઘર બનાવ્યું અને તેને સજાવ્યું પણ હતું. બીજી એક રસપ્રદ વાત એ છે કે મારિયા અને મિગુએલ સાથે બ્લેકિ નામનો વફાદાર કૂતરો પણ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *