વેલેન્ટાઇન ડે (Valentine’s Day): પરિવારને જાણ કર્યા વિના દૂર ફરવા નીકળી જવાનું એ યુવાનો માટે એક એડવેંચર જેવું છે. પરંતુ આ સાહસ ક્યારેક ભારે પણ પડી શકે છે. આવું જ કંઈક વિભુ શર્મા અને સુપ્રિયા સાથે થયું છે. પરિવારજનોને જાણ કર્યા વિના બંને વેલેન્ટાઈન ડે ઉજવવા ગોવા ગયા હતા. પરંતુ તે જ દિવસે દરિયામાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું.
મળેલી માહિતી અનુસાર વિભુ અને સુપ્રિયા ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. સુપ્રિયા 26 વર્ષની હતી અને વિભુ શર્મા 27 વર્ષનો હતો. બંને કપલ હતા, આ વેલેન્ટાઇન ડે બંને ગોવામાં મનવા માંગતા હતા. બંને છેલ્લા કેટલાક દિવસોથી ગોવામાં રજાઓ માણી રહ્યા હતા. પરંતુ તેણે પોતાના ટ્રાવેલ અને ટૂર પ્લાન વિશે પરિવારના સભ્યોને કોઈ માહિતી આપી ન હતી.
બંને આયોજિત કર્યું હતું તે પ્રમાણે વેલેન્ટાઈન ડે એન્જોય કરવા માટે સાઉથ ગોવાના ફેમસ પાલોલેમ બીચ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં તેમની મજા દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ હતી. બીચ પર પાણીની મજા માણતી વખતે તે એટલો અંદર ગયા કે પાછા ન આવી શક્યા. ડૂબી જવાથી બંનેના કરુણ મોત થયા છે.
14 ફેબ્રુઆરીના દિવસે સાંજે પોલીસને ઘટનાની માહિતી મળી હતી. પોલીસને ઘટનાની જાણ થતા તરત જ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. ત્યાર બાદ લાઇફગાર્ડની મદદથી મૃતદેહોને બહાર લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંનેને કોંકણ સામાજિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા આવ્યા હતા.જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બાદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, વિભુ શર્મા અને સુપ્રિયા દુબે ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. જેઓ રજાઓમાં ગોવા આવ્યા હતા. સુપ્રિયા કામ માટે બેંગ્લોરમાં રહેતી હતી અને વિભુ દિલ્હીમાં રહેતો હતો. એવું પણ કહ્યું કે, બંને એકબીજાના સંબંધી હતા. મળેલી માહિતી અનુસાર વિભુ શર્મા પેશાથી એક બ્લોગર હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.