જ્વેલરીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા દંપત્તિએ સ્ટાફની નજર ચૂકવી લાખોની ચેન ચોરી લીધી… -જુઓ LIVE વિડીયો 

આગ્રા: ચોરીની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યાર હાલ ચોરીના વધુ એક cctv સામે આવ્યા છે. જેમાં ગ્રાહક તરીકે આવેલા દંપતીએ 20…

આગ્રા: ચોરીની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યાર હાલ ચોરીના વધુ એક cctv સામે આવ્યા છે. જેમાં ગ્રાહક તરીકે આવેલા દંપતીએ 20 સેકન્ડમાં 1.25 લાખની કિંમતની સોનાની ચેઈનની ચોરી કરી હતી. શોરૂમના સ્ટાફ ઓફિસર મહિલાની સાથે આવેલા વ્યક્તિ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. તે પોતાની બોડી લેંગ્વેજ એ જ રીતે જાળવી રહ્યો હતો. આ દરમિયાન મહિલાએ ખૂબ જ ચોકસાઈથી ચેન ગાયબ કરી દીધી હતી.

મળતી માહિતી અનુસાર, આ ઘટના હરિપર્વત વિસ્તારના એમજી રોડ સ્થિત સંજય પ્લેસની છે. જ્યાં બાગ ફરઝાનામાં રહેતા મધુકર કક્કરનો કક્કર જ્વેલર્સના નામે શોરૂમ છે. આ શોરૂમમાં મહિલા અને પુરુષ ગ્રાહક બનીને આવ્યા હતા. જેમાં પુરુષના એક હાથની ચાર આંગળીઓમાં સોનાની વીંટી હતી. તે ઓફિસરની જેમ ડોળ કરી રહ્યો હતો. શોરૂમ ઓપરેટર અને સ્ટાફ તેની સાથે ઓફિસર જેવો વ્યવહાર કરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ દરમિયાન તેણે આવતાની સાથે જ સોનાની સુંદર ચેઈન બતાવવા કહ્યું. જેથી 25 થી 30 ચેઈન બતાવવામાં આવી. બંને એક પછી એક ચેઈન જોતા રહ્યા. આ લગભગ 15 મિનિટ સુધી ચાલ્યું. પણ, તેને કોઈ ચેઈન ગમી નહીં. તેથી બંને અચાનક ઉભા થઈ ગયા હતા. તેણે કહ્યું કે તે જૂનું સોનું લાવી રહ્યા છે. પછી ઝડપથી શોરૂમમાંથી નીકળી ગયા. આ અંગે તેને શંકા જતા સ્ટાફે ચેઈન ગણી તો એક ઓછી હતી. તે બંનેને બોલાવવા માટે ચોકીદાર દોડ્યો પરંતુ બંને મળ્યા નહીં. જ્યારે સીસીટીવી ચેક કર્યા તો તેમાં મહિલા ચેઈનની ચોરી કરતા સ્પષ્ટ દેખતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *