વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કાર્યક્રમ સાથે જોડાયેલી સુરક્ષા ડીટેલ્સ થઈ લીક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કેરળ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ને આત્મઘાતી બોમ્બ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. કેરળ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ને આત્મઘાતી બોમ્બ હુમલાની ધમકી આપતા પત્રની તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદી(PM MODI) 24 અને 25 એપ્રિલે કેરળની મુલાકાત લેશે જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.

નરેન્દ્ર મોદીને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ પત્ર કોચીના રહેવાસીએ લખ્યો છે. મલયાલમમાં લખાયેલો આ પત્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રનની ઓફિસમાં આવ્યો હતો. આ ધમકીભર્યો પત્ર ગયા અઠવાડિયે કેરળ ભાજપના પ્રદેશ અધ્યક્ષે પોલીસને સોંપ્યો હતો.

ધમકીભર્યા પત્રના સમાચાર એડીજીપી (ઈન્ટેલિજન્સ)ના અહેવાલ મીડિયામાં આવ્યા બાદ સામે આવ્યા છે. સમાચાર બહાર આવતાની સાથે જ સુરેન્દ્રને મીડિયાને સંબોધતા કહ્યું કે તેણે એક અઠવાડિયા પહેલા રાજ્યના પોલીસ વડાને ધમકી પત્ર સોંપ્યો હતો.

ગુપ્તચર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “ગયા અઠવાડિયે, બીજેપી પ્રદેશ સમિતિના પ્રમુખને મલયાલમમાં લખેલો એક પત્ર મળ્યો હતો જેમાં એક આત્મઘાતી બોમ્બર દ્વારા ભારતના વડાપ્રધાન પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી.” રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પત્રની સત્યતા અને તેની પાછળની વ્યક્તિની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.

કાર્યક્રમ સાથે જોડાયેલી સુરક્ષા ડીટેલ્સ થઈ લીક

સુરેન્દ્રને આરોપ લગાવ્યો હતો કે પોલીસમાંથી “ગુપ્તચર અહેવાલોનું લીક થવું” એ ગંભીર ભૂલ છે અને તેની તપાસ થવી જોઈએ. 49 પાનાના રિપોર્ટમાં ફરજ પરના અધિકારીઓના નામ, તેમની ભૂમિકા, વડાપ્રધાનનો વિગતવાર કાર્યક્રમ ચાર્ટ અને અન્ય બાબતો આપવામાં આવી છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રી વી મુરલીધરને પણ એડીજીપી (ઈન્ટેલિજન્સ) રિપોર્ટના કથિત લીકની નિંદા કરી હતી અને કહ્યું હતું કે તે ગંભીર બાબત છે. મુરલીધરને આરોપ લગાવ્યો કે, મુખ્યમંત્રીએ જણાવવું જોઈએ કે, વડાપ્રધાનની સુરક્ષા સાથે જોડાયેલો રિપોર્ટ કેવી રીતે લીક થયો અને વોટ્સએપ પર વાયરલ થયો. મતલબ કે રાજ્યનું ગૃહ વિભાગ ભાંગી પડ્યું છે.

શંકાસ્પદની પૂછપરછ

દરમિયાન, કોચીના રહેવાસી એનજે જોની, જેનું નામ અને નંબર કથિત ધમકી પત્રમાં દેખાયો હતો, તેણે આ મામલે દોષિત ન હોવાની કબૂલાત કરી છે. તેણે મીડિયાને કહ્યું, “પોલીસે મારી પૂછપરછ કરી છે, મેં તેમને બધી માહિતી આપી છે. તેઓએ હેન્ડરાઈટિંગ અને બધું ચેક કર્યું છે.” તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમને આ વિસ્તારમાં અન્ય વ્યક્તિ પર શંકા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ પત્ર પાછળ એક ચર્ચ સંબંધિત વિવાદ છે. અહેવાલો અનુસાર, તિરુવનંતપુરમ અને કોચી શહેરમાં પીએમ મોદીના કાર્યક્રમ માટે લગભગ 2,000 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *