કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની શરતોમાં ફેરફાર માટે અને રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી, જે મામલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી નામંજુર કરી છે. ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક પટેલને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન આપ્યા હતા.
હાર્દિક સામે ગંભીર ગુનો હોવાથી રાજ્ય બહાર જવા દેવો યોગ્ય નથીઃ સરકારની કોર્ટમાં દલીલ
આ પહેલાં હાર્દિકે 90 દિવસ માટે રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી, જેનો સરકારે એવું કહીને વિરોધ કર્યો હતો કે હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર જવા દેવો જોઈએ નહિ. માત્ર કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હોવાથી જવા દેવાય એ યોગ્ય નથી, કાયદો તમામ માટે બરાબર છે. તેના લીધે અન્ય રાજ્યની શાંતિનો ભંગ થતી હોવાની પણ રજૂઆત કરી હતી.
જાન્યુઆરીમાં હાર્દિકની ત્રણ વખત ધરપકડ થઈ હતી
18 જાન્યુઆરી 2020ની રાત્રે રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઈને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી. જે. ગણાત્રાએ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેની વિરમગામ પાસેથી ધરપકડ થઇ હતી.
ત્યાર બાદ રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળતાં જ હાર્દિક જેલ બહાર આવ્યો હતો, પરંતુ જેલ બહાર આવતાં માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી લીધી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતાં જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ 2017માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતાં ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ 2015માં GMDC ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ. ઉનડકટે નામંજૂર કરી હતી.
શું છે રાજદ્રોહ કેસનો મામલો?
વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર રહેલા હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધ્યો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક સહિતના આરોપીઓ જાણીજોઈને વિવિધ પ્રકારની અરજીઓ કરી મુદત લંબાવે છે. સામાન્ય કામ હોવા છતાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજીઓ કરતા હોવાથી કેસની ટ્રાયલ ચલાવવામાં વિલંબ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle