Surat News: સુરતના ડુમસ વિસ્તારની કુલ 2.17 લાખ ચો.મી. જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. સુરત નજીક આવેલા ડુમસ વિસ્તારની સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન(Surat News) ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
જે મામલે આજે કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે સ્ટે યથાવત રાખ્યો હતો. ત્યારે આ મામલે કોંગ્રેસના ધારસભ્યો અને મંત્રીએ મુખ્યમંત્રીને પત્ર લખી જેતે સમયના પદ અધિકારીઓને પદભ્રષ્ટ કરવાની માંગણી કરવા આવી છે. જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની પણ માંગ કરવામાં આવી છે. જમીનની આગામી સુનાવણી 26 જુને યોજાશે.
તમને જણાવી દઈએ કે ડુમસ વિસ્તારની સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીનને ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ જમીનમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર કુમારના વર્ષ 2015ના હુકમ વિરુદ્ધ જઈ ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિતનાએ કલેકટર સામે પગલાં ભરવાની માંગ કરી છે.
22 જેટલા લોકો એ ગણોતીયા તરીકે 2015 નામ દાખલ કરવા અરજી કરી હતી
કોંગ્રસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા કહ્યું કે સરકારની આ જમીનમાં વર્ષોથી ગણોતિયો ન હતો. તો એકાએક આ ગણોતિયો કેવી રીતે ઉભો કરવામાં આવ્યો છે. પૂર્વ કલેકટર રાજેન્દ્રકુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો પછી જે તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોતિયાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે. આ મુદ્દે સીટની રચના થવી જોઈએ.સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેની પણ તપાસ કરવામાં આવે.
કોર્ટે આ જમીનનો સ્ટે રખ્યો યથાવત
આ સમગ્ર મામલે SIT ની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે જ જવાબદાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. તમેજ પદ પર રહેલા લોકો ને પદભ્રષ્ટ કરવામાં આવે તેવી પણ માંગ કરવમાં આવી છે. ત્યારે આ મામલે કોર્ટે સ્ટે યથાવત રાખ્યો છે. હવે આ જમીન કૌભાંડ મામલે આગામી 26 જુને સુનાવણી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ દ્વારા અલગ અલગ 7 મુદ્દાઓને લઈને તપાસની માગ કરવામાં આવી છે. જેમાં તત્કાલિન કલેક્ટરે સરકારને ગેરમાર્ગે દોર્યા હોવાથી તેમની સામે તપાસ અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરાઈ છે. તમામ ડોક્યુમેન્ટની તપાસ કરીને જવાબદાર તમામ અધિકારીઓ અને ઈસમો સામે કાર્યવાહી કરી કાયદેસરનાં પગલાં લેવાની પણ માગ કરાઈ છે.વર્ષ 2024 ફેબ્રુઆરી સુધી ફરજ બજાવનાર તત્કાલીન કલેકટર સામે ધી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 મુજબ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે. તેવી વધુમાં માગ કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App