અમદાવાદ(ગુજરાત): પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં અવારનવાર હથિયાર સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ વખતે વસ્ત્રાલ ચોપાટી પાસેથી ચાની કીટલીમાંથી હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. જેને કારણે એક આરોપીની અટકાયત પણ કરવામાં આવી છે.
માહિતીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાલમાં આવેલ ચોપાટી પાસેથી ચાની કેબીનમાંથી એક પીસ્ટલ અને 5 જીવતા કાર્ટુસ જપ્ત કર્યા છે. છેલ્લા 4 વર્ષથી આરોપી રામુસિંગ સિકરવાર આ ચાની કીટલી ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી રામુસિંગ સિકરવાર મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, દોઢ મહિના પહેલા આરોપીનો મિત્ર આકાશ સિકરવાર અમદાવાદમાં આ હથિયાર લઈને આવ્યો હતો અને ત્યારબાદ તેના ગામનો છે. સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, આરોપી આકાશ આ હથિયારને વેંચવા માટે ચાની કેબીનમાં રામુને આપી ગયો હતો પરંતુ તે લોકો હથિયારનો સોદો કરે તે પેહલા ઝડપાઈ ગયા છે.
મળતી માહિતી અનુસાર, થોડા મહિના પેહલા ક્રાઈમ બ્રાન્ચે સરદારસિંઘ નામના એક આરોપીની અટકાયત કરી હતી. જે મોટા ભાગે ગુજરાતમાં હથિયાર સપ્લાય કરતો હોવાનું જાણવા મળ્યું હતું અને તેને અત્યાર સુધીમાં અનેક હથિયાર ગુજરાતમાં વેંચયા હોવાનું પણ બહાર આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.