અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણને દેશમાં ઘણી જગ્યાએ ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. પઠાણ બોયકોટ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. પઠાણ ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’માં દીપિકાના ડ્રેસના રંગને લઈને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ શનિવારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ જોધપુરના જલજોગ સ્ક્વેર ખાતે ફિલ્મ પઠાણનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના પોસ્ટરો સળગાવવામાં આવ્યા હતા. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી.
ઈન્ટરનેટના નેટીઝન્સથી લઈને દેશના નાગરિકો અને નેતાઓ દીપિકાના કપડા પર વિરોધ કરી રહ્યા છે. નેતાઓએ દેશની ચિંતા છોડીને બિકિનીની ચિંતા શરૂ કરી છે. બધાનું કહેવું છે કે, ગીત ‘બેશરમ રંગ’માં એક મહાન દેશની મહાન સંસ્કૃતિ એવી રીતે કલંકીત કરી છે કે તેને સાફ પણ ન કરી શકાય. વળી મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ તો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. મુસ્લિમ સંગઠનો અને ઉલેમા વાળા પણ વિવાદ કરી રહ્યા છે. દેશની બધી ચિંતાઓ છોડીને બોલિવૂડની હિરોઈન અને તેના કપડાને કારણે દેશ પર જે સંકટ આવ્યું છે તેનાથી કેવી છુટકારો મેળવી શકાય? તેના પર બધાનું ધ્યાન છે.
પઠાણનું ગીત ‘બેશરમ રંગ’ 4 દિવસમાં 64 મિલિયન લોકોએ જોયું છે. લોકો ગીત જોઇને શાહરૂખ ખાનને, દીપિકા પદુકોણને, ફિલ્મ બનાવનારને, હિરોના ધર્મને, હિરોઈનના ઈમાનને અને ફિલ્મને અપશબ્દો કહી રહ્યા છે. આ બધી વાતમાં એક મહત્વની વાત પર કોઈનું ધ્યાન ગ્યુજ નહી. વાત કોઈ ફિલ્મની નથી. વાત કપડાના રંગની પણ નથી વાત તો છે મહિલાના કપડાં પર રહેલી પુરુષોની નજરની. વાત છે ચારિત્ર્ય પ્રમાણપત્રો વહેંચનારા પુરુષોના વિચારોની…
વાત એ છે કે જો કોઈ પુરુષ મહિલાઓના કપડા તેની મરજી વિરુધ ઉતારે તો કોઈને સમસ્યા થતી નથી. પરંતુ જો કોઈ મહિલા પોતાની મરજીથી આવું કરે છે તેનાથી લોકોને સમસ્યા થઇ છે. જો કોઈ મહિલા પોતાની મરજીથી, મુક્તપણે, ખુશીથી, સ્વેચ્છાએ, સ્વ-નિર્ભર, પોતાનો નિર્ણય લે છે તો તેનાથી લોકોને સમસ્યા થાય છે. જો કોઈ છોકરી સાથે બળાત્કાર થઇ કોઈને કાય પ્રોબ્લેમ નથી થયો પણ જો કોઈ છોકરી પોતાની ઈચ્છાથી પોતાના પસંદીદાર વ્યક્તિ સાથે લગ્ન કરે તો સમાજને વાંધો થઇ છે. રસ્તાની બાજુમાં ઉભા રહીને પેશાબ કરવામાં પુરૂષાર્થમાં કોઈ સમસ્યા નથી. છોકરીની આઝાદીથી ફરવાની, પ્રેમ કરવાની, બોયફ્રેન્ડ બનાવવાની લોકોને સમસ્યા છે.
દીપિકા પાદુકોણની ઓળખ કોઈ પુરુષને કારણે નથી. તેણે પોતાનું નામ, પોતાના પૈસો, પોતાનું સન્માન પોતે કમાવ્યું છે. અને જો તે બિકીની પહેરે તો તમની પોતાની મરજી અને ના પહેરે પણ પણ તેમની મરજી. ભારત દેશની સંસ્કૃતિ દીપિકાની બિકિની પર નિર્ભર નથી. દેશની સંસ્કુતીતો તમારી આંખોમાં, તમારા વિચારોમાં, તમારા મનમાં અને તમારા આત્મામાં છે. તમે તેને સાંભળો દીપિકા પોતાનું ધ્યાન જાતે રાખી લેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.