ભુપેન્દ્ર પટેલની સરકાર બનશે વધુ મજબુત- અપક્ષ ચૂંટાયેલા 3 ધારાસભ્યનું ભાજપને ખુલ્લું સમર્થન

ગુજરાત(Gujarat): વિધાનસભા ચુંટણી(Assembly elections)માં ભાજપ(BJP)ને 156 સીટ પર ભવ્ય વિજય થયો હતો. જ્યારે 17 સીટ કોગ્રેસ(Congress), 5 આમ આદમી પાર્ટી(AAP) અને 3 અપક્ષ ઉમેદવાર જીત થઇ હતી. ગુજરાત વિધાનસભામાં ભાજપની બહુમતી છે. તેમ છતાં આજે અપક્ષમાં ચૂંટાયેલા ધારાસભ્ય ભાજપને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આજે ધાનેરા, બાયડ અને વાધોડીયાના ધારાસભ્ય રાજ્યપાલને મળીને ભાજપને વિધિવત રીતે ટેકો જાહેર કરવામાં આવ્યો છે. આ ત્રણેય ઉમેદવારો આમ તો ભાજપમાં જ હતા તેમ છતાં 2022માં ભાજપે ટીકીટ ન આપતાં અપક્ષ ચુંટણી લડ્યા હતા અને તેઓ વિજેતા બન્યા હતા. હવે વિધાનસભા ચુંટણી જીત્યા બાદ ફરી ત્રણેય ધારાસભ્ય ભાજપ સાથે જોડાઇ રહ્યા છે.

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધી બાદ ગુજરાતનું રાજકારણ ગરમાય ગયું છે. આજે બાયડ, વાઘોડિયા અને ધાનેરાના અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે મુલાકાત કર્યા બાદ ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે, આ ત્રણેય નેતાઓ ભાજપી છે, તેઓને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં નહોતી આવી અને અપક્ષ ચૂંટણી લડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલાએ ભાજપને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે વાઘોડિયાથી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને ધાનેરાથી જીતેલા માવજી દેસાઈ પણ ભાજપને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *