સુરતમાં ચાલુ ST બસે લોકો મરકટની જેમ બારીમાંથી સીટ માટે અંદર પ્રવેશ કરતા હોવાનો વિડીયો વાયરલ

હાલમાં જ સોશિયલ મીડિયા પર સુરતનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ચાલુ એસટી બસમાં મુસાફરો જીવના જોખમે બારીમાંથી અંદર પ્રેવશ કરતા હોવાનું નજરે આવી રહ્યું છે. જીવના જોખમે સીટ મેળવતા લોકો પડાપડી કરી રહ્યા છે આ વીડિયો સુરતના રાંદેરનો હોવાનું અનુમાન છે. રામનગર ચાર રસ્તાથી ઉપડી બસનો વીડિયો છે. ત્યાંથી લગભગ દાહોદ-ગોધરા બાજુની બસ ઉભી રહે છે.

ચાલુ બસે જીવના જોખમે બારીમાંથી અંદર પ્રેવશ

દિવાળી વેકેશન અને લગ્નનની સિઝનમાં એસટી બસમાં મુસાફરોનો ઘસારો જોવા મળતો હોય છે. ત્યારે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે એસટી બસમાં મુસાફરો ચાલુ બસે જીવના જોખમે બારીમાંથી અંદર પ્રેવશ કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં નજરે પડતી એસટી બસ દાહોદ-ગોધરા તરફની અને વીડિયો રાંદરે વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાંદેરમાં રામનગર ખાતેથી એસટી બસ ઉપડે છે જેમાં લોકોનો ભારે ઘસારો જોવા મળતો હોય છે.

GSRTCની બસનો વીડિયો 

લોકો ચાલુ બસે બારીએથી કૂદે છે. જીવના જોખમે એક સીટ મેળવવા માટે પ્રવાસીઓ આ સંઘર્ષ કરી રહયાં છે. શું વિકાસશીલ ગુજરાતનું આ ચિત્ર છે. વિકાસની વાર્તાઓ વચ્ચે  GSRTCની બસનો વીડિયો આ એક કડવું ચિત્ર રજૂ ચોક્કસ કરે છે. આ સ્થિતિ જોઇને સવાલ ચોક્કસ થાય કે, આ સ્થિતિ માટે જવાબદાર કોણ પબ્લિક ટ્રાન્સપોર્ટનું અયોગ્ય નિયમન કે પછી લોકોનું ગેરશિસ્ત. આ વીડિયો રાંદેરનો હોવાનું મનાયુ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *