ગુજરાતના પૂર્વ સંસદની પુત્રવધુ જુગાર રમાડતા પકડાઈ, જાણો વિગતવાર

ગુજરાતમાં નેતાઓનાં સગાસંબંધીઓ ગુનાહિત પ્રવૃત્તિ કરતા અવાર નવાર પકડતા હોય છે. તે સમયે પાછો એક વાર આવો બનાવ જામનગર જીલ્લામાંથી બહાર આવ્યો છે. આ બનાવમાં…

ગુજરાતમાં નેતાઓનાં સગાસંબંધીઓ ગુનાહિત પ્રવૃત્તિ કરતા અવાર નવાર પકડતા હોય છે. તે સમયે પાછો એક વાર આવો બનાવ જામનગર જીલ્લામાંથી બહાર આવ્યો છે. આ બનાવમાં પોલીસને જાણકારી મળી હતી. જામનગર જીલ્લાનાં પોશ વિસ્તારમાં એક જુગારધામ ચાલે છે. જેથી પોલીસ દ્વારા જુગાર રમાડવામાં આવતો તે જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પોલીસ દ્વારા 15 જેટલી સ્ત્રીઓને પકડી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા જુગાર રમાડતી મહિલાની પૂછપરછ કરવામાં આવી તે સમયે જાણવા મળ્યું હતું કે, તે મહિલા પૂર્વ સાંસદની પુત્રવધુ છે.

પોલીસ દ્વારા સાંજે દરોડો પાડવામાં આવ્યો હોવાનાં લીધે જુગાર રમતી બધી મહિલાઓને નોટિસ આપીને જવા દેવામાં આવી હતી. પૂર્વ સાંસદની પુત્રવધુ તેનાં ઘરે જ જુગાર રમાડતી હોવા અંગેનું બહાર આવતા જામનગરમાં અલગ અલગ ચર્ચાઓ થાય છે. રિપોર્ટ મળેલ જામનગર પોલીસને જાણકારી મળી હતી કે, જામનગર જીલ્લાનાં પોશ વિસ્તાર કહેવામાં આવતા હાથી કોલોનીમાં આવેલ ઓમકાર એપાર્ટમેન્ટમાં ઘણી મહિલાઓ જુગાર રમે છે. જેથી પોલીસ દ્વારા ઓમકાર એપાર્ટમેન્ટનાં બ્લોક નંબર 102માં સાંજે દરોડો પાડવામાં આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચનાં દરોડામાં દરમિયાન 15 મહિલાઓને જુગાર રમતા પકડાય હતી. પોલીસ દ્વારા આ મહિલાઓ પાસેથી 57 હજાર જેટલા રોકડા રૂપિયા તેમજ ચાર મોટરસાયકલ એમ કુલ મળીને 1,70,000 જેટલા રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, ઓમકાર એપાર્ટમેન્ટમાં જે ઘરમાં જુગાર રમી રહેલી મહિલાઓ પકડાય ગઈ હતી તે ઘર પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલની પુત્રવધુનું છે. આ સિવાય પૂર્વ સાંસદની પુત્રવધુ દિવ્યા કોરડીયા જ મહિલાઓને એકઠી કરીને જુગાર રમાડતી હતી.

પોલીસનાં દરોડામાં જુગાર રમતી પકડવામાં આવેલી મહિલાઓમાં દિવ્યા કોરડીયા, નીતા જોશી, મોતી પટેલ, કારી ચાવડા, ડિમ્પલ ગઢીયા, મનહરબા વાળા, પુષ્પા ચાવડા, જયદીપા ગોસ્વામી, પ્રિયા ગઢવી, લક્ષ્મી વોરા, સતી જાડેજા, પ્રવીણા ચંદારાણા, વિજયાબા જાડેજા તેમજ અંજુ પ્રજાપતિ પણ સામેલ છે. પોલીસનાં દરોડામાં સાંજ હોવાનાં લીધે પોલીસ દ્વારા જુગાર રમી રહેલી બધી મહિલાઓને નોટિસ આપીને જવા દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *