બે કાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત: ઘટના સ્થળે જ ત્રણ લોકોનાં કમકમાટીભર્યાં મોત

ગુજરાતમાં રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની અનેક ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના દ્વાર્કામાંથી સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલા એક…

ગુજરાતમાં રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની અનેક ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના દ્વાર્કામાંથી સામે આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલા એક અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યાં મોત થયા છે. અકસ્માતમાં કારના ફૂરચા નીકળી ગયા છે. અકસ્માતમાં અમદાવાદના એક પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત સ્થળની જે તસવીરો સામે આવી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ટક્કર કેટલી જોરદાર હશે.

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, દેવભૂમિ દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સોનરડી ગામ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે કાર વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં અમદાવાદના પરિવારે બે સભ્યો ગુમાવ્યા છે. આ ઉપરાંત આ અકસ્માતમાં ભાટિયાની એક યુવતીનું પણ ઘટના સ્થળે જ મોત થયું છે.

લોકોના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ઝાકળને કારણે બંને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃતકોમાં બે પુરુષ અને એક યુવતીનો સમાવેશ થાય છે. તમામ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા છ જેટલા લોકોને ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, આ અકસ્માત i-20 અને સ્વિફ્ટ કાર વચ્ચે સર્જાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિયાળામાં ધુમ્મસને પગલે અનેક અકસ્માત થતા હોય છે. આજે સોમવારે સવારે રાજ્યના અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. ધુમ્મસને પગલે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર એક અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સાથે અનેક વાહનની ટક્કર થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *